Site icon Gramin Today

મહિલાઓમાં અંધશ્રદ્ધા દૂર કરવા માર્ગદર્શન આપતી અભ્યમ નર્મદા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ  

મહિલાઓ માં અંધશ્રદ્ધા દૂર કરવા માર્ગદર્શન આપતી અભ્યમ નર્મદા: 

રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા થી એક મહિલા નો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમના ભાઈ ભાભી મેલી વિદ્યાઓ કરાવા માટે ભૂવાઓને ઘરે બોલાવે છે. અમને મારી નાખવા માટે આ રીતે તેઓ રોજ મારી સાથે ઝગડાઓ કરે છે અને માનસિક ત્રાસ આપે છે જેથી રાજપીપળા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અસરકારક કાઉંસેલિંગ કરી બન્ને પક્ષો ને સમજાવી સમાધાન કરાવી યોગ્ય કાર્યવાહી કરાવી હતી.

મળતી માહિતી અનુસાર પીડિત મહિલા જણાવતા કે તેઓ એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે. અને તેમનો સાત વર્ષનો એક દીકરો છે. અને પતિ જોબ કરે છે. તેઓ જણાવતા કે મારા ભાઈ ભાભી સાથે વારંવાર ઝગડાઓ થતા જ હોય છે. ભાઈ મારા સાથે ઘણીવાર મારઝૂડ કરે છે. તેઓ અલગ બાજુના ઘર માં રહે છે. પરંતુ એક અઠવાડિયા થી રોજ અવારનવાર તેમના ઘરે અજાણી વ્યક્તિ આવે છે અને સાથે ભૂવાઓને પણ લાવે છે. તેઓ અમારા પર મેલી વિદ્યાઓ કરાવે છે. અમને મારી નાખવા માટે. જેથી હું અને મારું બાળક અવાર નવાર બીમાર પડ્યે છીએ. મારી મમ્મી ને પણ તેમણે મેલી વિદ્યાઓ કરાવી નેજ મારી નાખી હતી જેથી મને ડર લાગે છે. આથી મે એમને. કહ્યું કે અજાણ્યા વ્યક્તિઓ ને ઘરે લાવવા નહિ તો મારા ભાભી અને ભાઈ અપશબ્દો બોલી ઝગડો કરતા હતા અને મારવાની ધમકીઓ આપતા હતા. અને માનસિક ત્રાસ આપે છે. ત્યારબાદ સામાપક્ષ નું કાઉંન્સેલિંગ કરતા તેમના ભાભી જણાવતા કે મારા કુટુંબ ના વ્યક્તિઓ ઘરે આવે છે. અને મારા કુટુંબ ની બહેન છે એના ભાઈ ક્યાં તો તેના પિતા હું સાડી ઓ ભરું છું. એ થોડીક સાડીઓ ભરવા માટે તેઓ પણ લઈ જાય છે માટે તેઓ મારા ઘરે આવે છે. અને આવી રીતે મારા પર ખોટા આરોપ લગાવે છે. અને અમારા સાથે ઝગડાઓ કરે છે. ત્યારબાદ બંને પક્ષો નું કાઉંન્સેલિંગ કર્યું અને સલાહ સૂચનો આપી અને ઘરના જ સભ્યો થાય ને આવી અંધશ્રધ્ધાઓ માં વિશ્વાસ ના રાખી ઝગડાઓ ના કરે અને શાંતિ પૂર્વક રહે આમ અસરકારક કાઉંન્સેલિંગ કરી બંને પક્ષોને સમજાવી સમાધાન કરાવ્યું હતું.

રિપોર્ટર: સર્જનકુમાર વસાવા, નર્મદા 

Exit mobile version