શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા
મરાઠા સમાજ દ્વારા ડાંગ જિલ્લામાં “બેલપોળા” તહેવારની ઉજવણી કરવામાં આવી.
આજ ના દિને બળદને શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવે છે. એટલે કે ઋણ અદા કરવાનો દિવસ..
સાપુતારા: ડાંગ જિલ્લામાં વસવાટ કરતા મરાઠા સમાજ દ્વારા “બેલપોળા” તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વર્ષ દરમિયાન બળદ પોતાના ખેડૂત માલિકના ખેતરમાં કામ કરે છે ત્યારે “બેલપોળા” ના રોજ બળદને વર્ષ દરમિયાન ખેતીના કામ કરવા બદલ આભાર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવતી હોય છે. ડાંગ જિલ્લામાં રહેતા મરાઠા સમાજ દ્વારા “બેલપોળા” તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
બળદ વર્ષ દરમિયાન ખેતરમાં કામ કરે છે. ત્યારે શ્રાવણ વદ અમાસના રોજ ખેડુત દ્વારા બળદને શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવે છે. અને બળદની માટીની નાની સરખી મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરવામાં આવતી હોય છે. બળદની પૂજા કરીને ખેડૂત એક પ્રકારનો આભાર વ્યક્ત કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર, શ્રીકૃષ્ણ ને મારી નાખવા માટે કંસ એ પોલાસુર નામના એક રાક્ષસને શ્રાવણ માસના અમાસના રોજ મોકલ્યો હતો. તે દિવસે શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી પોલાસુર નામના રાક્ષસનું પતન કર્યો હતો તે દિવસથી અમાસના રોજ “બેલપોળા” તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેને પીઠોરી અમાસ પણ કહેવામાં આવતી હોય છે. “બેલપોળા” નિમિત્તે ડાંગ જિલ્લાના મરાઠા સમાજે બળદની પૂજા કરી હતી અને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવી હતી. અને માટીથી બનાવવામાં આવેલ નાની સરસ મજાની બળદની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવી હતી.