શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા પંથકમાં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી એ તંત્રની પોલ ખોલી નાખી હતી, ડેડીયાપાડા નાં મંડાળા ગામ થી ભૂતબેડા ગામે જવાના માર્ગ ઉપર મોસમોટા ખાડાઓ રાહદારીઓ માટે માથાનો દુખાવો થઇ પડ્યા:
દેડીયાપાડા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુષ્કળ વરસાદ ના કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ધવાઈ જવાના કારણે રસ્તાઓ પર ઉંડા ખાડા પડી ગયા છે, જેના કારણે રોજ બરોજ નોકરી, ધંધા એ જતા લોકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ખાસ કરી ને મંડાલા, ગારદા, ખામ, ભૂતબેડા, સહિત ના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ ની સિઝન ની શરૂઆત થતાં કામ થઈ શક્યું નથી, એમ જાણવા મળ્યું છે, પરંતુ હાલમાં વરસાદ ના કારણે ગરનાળા તેમજ રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અને આ બાબતે સ્થાનિક તંત્રનું ધ્યાન આ ખાડાઓ પર જાય અને આ બાબતને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાઓના ખાડાઓ ની મરામત કરાવવામાં આવે એવી આ ગ્રામજનોની માંગ ઉઠી છે, અને ઘણી વાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર હજુ સુધી ઉંઘમાં જ છે, હવે જાણવુંએ રહ્યું, કે, તંત્ર લોકોની માંગ પૂરી કરે છે કે તે જોવું રહ્યું?