Site icon Gramin Today

ભૂલા પડેલા મહિલાને નવસારી થી વલસાડ પરિવારને સોપતી અભ્યમ ટીમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત 

મહિલા ૧૮૧ અભયમ ટીમે ભૂલા પડેલા એક મહિલાને નવસારી થી વલસાડ પરિવારને સોંપ્યા હતાં,

   જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ પર ફોન આવ્યો કે નવસારીમાં એક મહિલા ભૂલી પડી ગઈ છે. જેથી ૧૮૧ ટીમ  તાત્કાલિક રવાના થઈને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને મહિલાનો કબ્જો મેળવી પૂછપરછ કરતા તેઓ વલસાડ જિલ્લાના વતની હોવાથી મહિલાને વલસાડના મહિલા અભ્યમ ૧૮૧ હેલ્પલાઇન ટીમને સોંપી હતી.

   જેથી ફોન કરનાર જાગૃત નાગરિક સાથે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મહિલા આશરે ત્રણ ચાર દિવસથી ભૂલા પડેલ છે. જેથી ગભરાયેલી હાલતમાં પૂછપરછ કરવા છતાં કંઈ જણાવતા નથી. જેથી ટીમ દ્વારા આશ્વાસન આપીને વિગતો મેળવતા તેણે જણાવ્યું હતું કે તેઓ વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામમાંથી મજૂરી કરવા માટે આવેલ પરંતુ તેમના પતિ વ્યસન કરીને હેરાન કરતા હોવાથી પરેશાન થઈને તેઓ રાત્રિના સમયે ત્યાંથી નીકળી ગયેલ અને તેઓ અશિક્ષિત હોવાથી ખબર ન પડતા નવસારી જિલ્લાના સોનવાડી ગામમાં પહોંચી ગયેલ અને ત્યાં ગામડામાં અજાણી વ્યક્તિને આમતેમ ફરતાં જોઈ જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનમાં જાણ કરેલ જેથી મહિલાને તેઓ જ્યાં રહે છે તે સરનામું જણાવતાં નવસારી ટીમ દ્વારા વલસાડ તેમને સોપેલ અને મહિલા જ્યાં કામ કરતા હતા તે સરનામાં પર પહોંચી તેમના પતિને સોપેલ અને હવે પછીથી વ્યસન કરી મહિલાને હેરાન ન કરવા માટે સલાહ આપેલી અને મહિલાને પણ કોરોના મહામારી ના સમયે ઘર છોડી બહાર નીકળીને જવા માટે જણાવેલ અને તેમના પતિને મહિલાની સાર સંભાળ અને કાળજી રાખવા માટે જણાવેલ અને તેમના પતિ પણ ચાર-પાંચ દિવસથી તેમની પત્ની ગુમ થઈ જતા ઘણી તપાસ કરે છે, પરંતુ ના મળતા નિરાશ થયા હતા તેમની પત્ની ને જોઈ રાજી થતા ૧૮૧ ટીમ વલસાડ નોઆભાર માન્યો હતો.

Exit mobile version