Site icon Gramin Today

ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ સી.આર.પાટીલની ડાંગ ભાજપા સંગઠન દ્વારા અનોખી ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

પ્રદેશ પ્રમુખશ્રી  સી.આર.પાટીલની ડાંગ ભાજપા સંગઠન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી: 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખશ્રી, સફળતા ના સુકાની, પેજ કમીટીના પ્રણેતા, કરોડો કાર્યકર્તાઓના માર્ગદર્શક એવા અને સાંસદ  શ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નીમિતે ડાંગ ભાજપ સંગઠન દ્વારા આહવા ના જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા ના સંદેશ સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ડાંગ જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રીઓ રાજેશભાઈગામીત, કિશોરભાઇ ગાંવીત, હરીરામ સાવંત, આહવા સરપંચ હરિચંદ્ર ભોયે, યુવા મોરચાના જીગરભાઈ પટેલ, આઝાદ બઘેલ, સિદ્ધાર્થ હિરે, વિશ્વનાથ મહાલે સહિત કાર્યકર્તાઓ સફાઈ કામગીરીમાં સહભાગી બની જન્મ દિવસની અનોખી  ઉજવણી કરી હતી.  

Exit mobile version