શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડિયાપાડા: નર્મદા જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી બહાદુર સિંહ વસાવા દ્વારા બેંક ઓફ બરોડા શાખા મોસકુટને દેડિયાપાડથી મોસકુટ ગામે શિફ્ટ કરવા બાબતે સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને દિશા કમિટીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે, નમૅદા જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી બહાદૂર સિંહ વસાવાએ પત્ર લખીને જણાવ્યું હતું કે અગાઉ પણ આ બાબતે મેં રજુઆત કરી હતી, અને ફરીથી રજુઆત કરું છું, બેંક ઓફ બરોડા શાખા દેડિયાપાડામાં કાયૅરત છે બેંક ઓફ બરોડા શાખા મોસકુટ ગામે મંજૂર કરી હતી, તો ફરીથી બેંક ઓફ બરોડા મોસકુટ શાખાને મોસકુટ શીફટ કરવા જણાવ્યું હતુ, અને મોટેભાગે બેંક ગ્રાહકો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હોય છે, અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડામાં બેંક ઓફ બરોડા મોસકુટ શાખા ચાલે છે અને સવારથી લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે અને અત્યારે સવારથી બેંક ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો લાગી જાય છે અને કલાકો સુધી તેમને ઉભા રહી તપશ્વર્યા કરવી પડે છે, અને આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેવાનો વારો આવે છે અને લોકો હેરાન પરેશાન થઈ જાય છે દરરોજની આ રામાયણ સજાયૅ છે, દેડિયાપાડા ખાતે નવી બેંક ઓફ બરોડા શાખા ખોલવામાં આવે એવી આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ છે.