Site icon Gramin Today

બિરસા મુંડા જન્મ જયંતિ અને ભિલિસ્તાન ટાઇગર સેનાના સ્થાપના દિન નિમિત્તે બિરસામુંડા ટ્રાઇબલ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

બિરસા મુંડાની  જન્મ જયંતિ અને ભિલિસ્તાન ટાઇગર સેનાના સ્થાપના દિવસ નિમિત્તે બિરસામુંડા ટ્રાઇબલ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ ગોઠવી અનોખી રીતે  ઉજવવામાં આવ્યો હતો:

નર્મદા: દેડિયાપાડા તાલુકાના એ.એન.બારોટ વિદ્યાલય ખાતે 15 નવેમ્બર રવિવાર ના રોજ જનનાયક બિરસામુંડાજી ની 145 મી જન્મ જયંતિ તથા ભિલિસ્થાન ટાઇગર સેનાના છઠ્ઠા સ્થાપના દિવસ ની ઉજવણી નિમિત્તે બિરસામુંડા ટ્રાઇબલ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજીત ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાના  એ.એન.બારોટ વિદ્યાલય ખાતે રાખવા મા આવેલ હતું, જેમાં 40 થી વધારે ટીમોના ખેલાડી મિત્રોએ  ભાગ લીધો હતો, ખેલાડીઓ એ જોરદાર રમત રમી પોતાની ખેલદિલી થી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, ટીમોની ભારે રસાકસી બાદ અનુક્રમે વાલોડ, આંબાપારડી, અંકલેશ્વર,દેડિયાપાડા, સેલંબા, તરોપા,મૌઝા જેવી આઠ ટીમો ને પ્રોત્સાહીત ઇનામો અને ટ્રોફીઓ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  BTP રાષ્ટ્રીય સંયોજક અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોકી પ્લેયર કે. મોહન આર્ય, કિસાન મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતરભાઇ વસાવા, BTS નર્મદા જિલ્લા પ્રમુખ મહેશભાઈ ગેબુભાઈ વસાવા, નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા, તાલુકા પંચાયત દેડિયાપાડા પ્રમુખ માધવસિંહ વસાવા, BTP દેડિયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, BTP ઉપપ્રમુખ જગદીશ વસાવા જેવા અનેક હોદેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version