શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રામુભાઇ માહલા ડાંગ
વઘઈ તાલુકાના બારખાદિયા ફાટક થીં ભૂરભેડી ગામ સુઘી રસ્તાનું ચાલતાં પેચવર્ક કામમાં ભ્રસ્ટાચારની આશંકા:
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવાં વઘઈ તાલુકા માં સમાવિષ્ઠ ગામોમાં ડાંગ જિલ્લા પંચાયત (માxમ ) પેટા વિભાગ વઘઈ ના તાંબા હેઠળ ની ચાલતી કામગીરીઓમાં ભષ્ટ્રાચારની ચારપાય જમાવી બેઠા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલીભગત થી ધણા સમયથી બારખાદિયા ફાટક થીં ભૂરભેડી ગામ સુઘી રસ્તા નું પેચવર્ક નુ કામ ચાલી રહયું છે, અહીંયા ચાલતાં કામની વાત કરીએ તો માત્ર ને માત્ર એક પીકઅપ ગાડીમાં વીસ ત્રીસ ટગારા જેટલાં કપચી ભરી લાવતાં હોય છે અને મજુરો કામ કરે છે તેવુ લોકો ને દેખાવવા માટે બે ત્રણ ખાડાઓનું પુરાણ કરી સરકાર નાં ચોપડે નોંધ કરી દેવામાં આવે છે. સમારકામ અને રીપેરીંગ કામોમાં ભષ્ટ્રાચાર ની આશંકાઓ સેવાય રહી છે.
વઘઈ નાં કોન્ટ્રાક્ટર એટલે કે ડીબા કંટ્રક્શન એજન્સી નો દેખાતો ભષ્ટ્રાચાર જીલ્લા પંચાયત નાં એસો /કાર્યપાલક ઇજનેર પણ નજર અંદાજ કરી ને બીલો પાસ કરી દેતાં હોય છે. ચાલતાં કામ નાં સ્થળ ની ચકાસણી કર્યા વગર જ લાખોના બીલો પાસ કરનારા અધિકારીઓ પણ સામેલ હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે.
બારખાદિયા ફાટક થીં લઈને ભૂરભેડી ગામ સુધી નો રસ્તો એસ ટી. બસ નો રૂટ ધરાવતો હોવાં છતાં પેચ વર્ક નુ કામ માં નખરી વેઠ ઉતારીને કામગીરી કરતી કંટ્રક્શન એજન્સી આવી ગેર રીતિ કરતી એજન્સી સામે તપાસ હાથ ધરી બારખાધિયા ફાટક થીં ભૂરભેડી ગામ સુઘી રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓનુ સમારકામ વહેલી તકે તંત્ર કામગીરી કરે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.