Site icon Gramin Today

બંધક હાલતમાં રાખતા પરિવારને જાણ થતાં બરડીપાડાની યુવતીને લોકસેવકે અરુણાચલથી છોડાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ  રામુભાઈ માહલા 

ફરવાના બહાને લઈ જઈ બંધક હાલતમાં રાખતા પરિવારને જાણ કરી બરડીપાડાની યુવતીને યુવક ભગાડી જતાં લોકસેવકે અરુણાચલ જઈ યુવતીને ઉગારી:

ડાંગના એસપીનું માર્ગદર્શન લીધું અને દિબ્રુગઢના ભાજપના પ્રભારીએ કરી સહાય:

ડાંગ જિલ્લાના સુંબીર તાલુકાના માજી તાલુકા પ્રમુખ અને હાલ ભાજપના મહામંત્રી એવા રાજુભાઇ ગામીતે માનવ સેવા ને વેગ આપ્યો;

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી ગરીબ આદિવાસી પરિવારની દીકરીને બહેલાવી ફોસલાવી પરપ્રાંતીય યુવક ભગાડી જતાં પરિવારની કફોડી સ્થિતિ થઈ ગઈ હતી. પરંતુ લોકસેવક રાજેશભાઇ ગામીતે યુવતીને છેક આસામ, અરુણાચલ પ્રદેશમાંથી હેમખેમ પરત લાવી પરિવારને સુખદ મિલન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના અંતરિયાળ બરડીપાડા વિસ્તારમાં રહેતી એક યુવતી મજૂરી કામ અર્થે અમદાવાદ ગઇ હતી. જેને સાથે કડિયાકામ કરતા ઉડિયા યુવક સાથે મિત્રતા બંધાઇ હતી. હાલ કોરોનાના કારણે મજૂરી બંધ થઇ હોવાનું જણાવ્યું હતું અને યુવકે તેને બંધનમાં રાખી હોવાની કેફિયત જણાવતા ગરીબ પરિવારના હોશકોશ ઉડી ગયા હતા. પોતાની વહાલસોઈ દીકરી પરપ્રાંતીય યુવક ભગાડી ગયા હોવાની ફરિયાદ માતા-પિતાએ બરડીપાડા ગામના વતની લોક સેવક રાજેશભાઇ ગામીતને કરી હતી. તેમણે પોતાની સલામતીની ચિંતા કર્યા વગર ડાંગ એસ.પી. રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આસામ દિબ્રુગઢના ભાજપ પ્રભારી રંજન તિવારીનો સંપર્ક કર્યો હતો. અમદાવાદથી હવાઇ માર્ગ દ્વારા દિબ્રુગઢ જઇ છેક અરુણાચલ પ્રદેશમાંથી યુવક પાસેથી યુવતીને છોડાવી ડાંગના આદિવાસી પરિવારને કરી સોંપણી:

સાથે મજૂરી કામ કરતા પરપ્રાંતિય કડિયા યુવકે ડાંગની મજુર યુવતી સાથે ભરોસો કેળવી દિલહી ફરવા જવાનું કહી લઇ ગયો હતો. પરંતુ તેઓ દિલ્હીના બદલે ઓરિસ્સા અને ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં લઇ જતા યુવતીને ધ્રાસકો પડયો હતો. યુવકના મોબાઇલ પરથી યુવતીએ પોતાના પરિવારને આપવીતી જણાવી અને સ્વીકારી પોતાની ભૂલ:

ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સેવા બજાવતા અને ગરીબ આદિવાસી પરિવારની વહાલસોઇ દીકરીને મિલાપ કરાવનાર રાજેશભાઇ ગામીતે જણાવ્યું હતું કે અમદાવાદ મજૂરી અર્થે ગયેલી આદિવાસી દીકરીને પરપ્રાંતીય યુવક બહેલાવી ફૌસલાવી ભગાવી ગયો હતો. આ અંગે પરિવારે જાણ કર્યા બાદ ઓરિસ્સા અને અરુણાચલમાં હોવાની વાત જાણવા મળી હતી. પહેલા તો આ વિસ્તારમાં ખુબ ઝનૂની અને માથાભારે ઇસમો રહેતા હોવાની જાણ થઇ હતી, પરંતુ ગરીબ આદિવાસી માતા-પિતા દરરોજ મારી ઘરે આવી રડતા અને કાકલુદી કરી દીકરીને લાવવા આજીજી કરતા તેને પરત લાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને આસામ દિબ્રુગઢના પ્રભારી રંજન તિવારીનો સંપર્ક કરતા ત્યાંના ભાજપના નેતાઓનો સાથ મળ્યો હતો તેમજ ડાંગ જિલ્લાના એસ પી.સહિત જજનો પણ માર્ગદર્શન સારો મળતા છેક અરુણાચલ પ્રદેશમાંથી હેમ ખેમ યુવતીનો કબજો મેળવી પરત ડાંગ લઈ આવ્યા હતા.
વધુ આ ઘટના બાબતે જોવું રહયું કે નવો શું વળાંક આવે છે? જો તંત્ર વધુ તપાસ કરે તો આવાં કેટલાં કિસ્સાઓ બહાર આવે તેમ છે.? પરિવારની વહાલસોઇ દીકરીને મિલાપ કરાવનાર રાજેશભાઇ ગામીતની સેવાનો ખુબ ખુબ આભાર..આમજ માનવતા ની મહેક મહેકાવતાં રહો. 

Exit mobile version