શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, દક્ષિણ ગુ. બ્યુરો ચીફ સર્જન વસાવા
પ્રાથમિક શાળા કડવીદાદરા ખાતે શિક્ષણને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના સંકલ્પ સાથે મિટિંગનું આયોજન કરાયુ;
પ્રાથમિક શાળા કડવીદાદરા મુકામે પ્રાથમિક શિક્ષણને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવાના સંકલ્પ સાથે સરપંચશ્રીના અધ્યક્ષ સ્થાને એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામની સ્કુલના આચાર્યશ્રી જ્યોતિદ્રભાઈ, શિક્ષિક રાકેશભાઈ, સુનિલભાઈ એન. વસાવા, એસ.એમ.સી. સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો ,વાલીઓ તેમજ વડીલો હાજર રહ્યાં હતા.
આચાર્ય શ્રી જ્યોતિદ્રભાઈ ચૌધરી દ્વારા પ્રાથમિક વ્યક્તવ્ય બાદ સુનિલભાઈ વસાવા તરફથી શિક્ષણના સુધારા અંગે સુચનો તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (S.M.C.)ની ભૂમિકા અને જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, તેમજ S.M.C. સભ્યો પાસે તેમજ વાલીઓ પાસેથી પણ શાળામાં ખુટતી સુવિધા તેમજ શિક્ષણના સુધારા માટે સુચનો લેવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમમા બાળકોએ તેમજ વાલીઓએ ખુબ ઉત્સાહભેર આ મિટિંગમાં ભાગ લીધો અને સર્વએ સાથે મળીને ગામના શિક્ષણને સર્વોત્તમ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.