Site icon Gramin Today

પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર વર્ષોથી બંધ હાલતમાં: તાત્કાલિક પશુ કોક્ટરની નિયુક્તિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા   

સુબીર તાલુકાના બરડીપાડા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર વર્ષોથી બંધ હાલતમાં પડેલ હોય, તાત્કાલિક પશુ કોક્ટરની વ્યવસ્થા કરી ચાલુ કરી આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું, 

 ઉપરોક્ત બાબત ના અનુસંધાનમાં આપ સાહેબશ્રીને જણાવવાનું કે સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા ગ્રુપ ગ્રામપંચાયતમાં બરડીપાડા ખાતે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું લાખો રૂપિયામાં બનેલ મકાન વર્ષોથી ફક્ત શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં ધુળ ખાતુ જોવા મળે છે.

હાલમાં અમારી પંચાયતના ખોખરી, સાજુપાડા, બરડીપાડા, બાપાડા, ધુલદા આ પાચે ગામોમાં કુલ ૯૦૦ જેટલા પશુઓ  છે તેમાં દુધાળા પશુઓ ગાય/ભેંસની ગણતરી  લગભગ ૪૦૦ જેટલી છે, અને ખોખરી, સાજુપાડા, બરડીપાડા આ ત્રણ ગામોમા દૂધ ડેરી આવેલી છે. ૯૦% લોકો પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે પણ જયારે પશુઓ બીમાર પડે છે ત્યારે ડોક્ટરના અભાવે સમયસર સારવાર નહીં થતા પશુઓ મૃત્યુ પામે છે, પશુઓની સારવાર અથવા બીજદાન કરાવવા તાપી જિલ્લામાંથી ડોક્ટરને બોલાવવા પડે છે અને પશુપાલક દૂધનો પગાર આવે એ ડોક્ટર અને દવા પાછળ વેડફી નાંખે છે. અમારા લોકોની આ ગંભીર સમસ્યા છે. આ સમસ્યાના કારણે કેટલાક લોકોએ પોતાની આજીવિકા સમાન ગાય / ભેંસો વેંચી દિધી છે, જેવ અમારા પશુપાલકોની હાલત ખુબજ દયનિય બની ગઈ છે. આ બાબતે અમારા સુબીર તાલુકાના ઉપપ્રમુખ પ્રીતિબેન ગામીત દ્વારા પણ અગાઉ જિલ્લાના મદદનિશ પશુપાલન નિયામકશ્રી ને લેખિતમાં જાણ કરી હતી તો છતાં પણ આ સાહેબશ્રીઓએ નિપાન પર પ ગરીબ અને મજબુર લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લીધી નથી. સરકારશ્રી દ્વારા ખેડૂતોને પશુપાલન કરવા મોટી મોટી જાહેરાતો કરી પ્રેરણાઓ પુરી પાડવામાં આવે છે પણ સરકાર પશુપાલકો માટે પશુઓના આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં બેદરકાર કેમ છે ? શા માટે ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ? શા માટે જીલ્લાના પશુપાલન અધિકારીશ્રીઓ ધ્યાનમાં લેતા નથી… આ એક મોટો પ્રશ્ન છે.

માટે, હવે પછી જો જિલ્લાનું વહીવટીતંત્ર બરડીપાડા ખાતે ડોક્ટરની વ્યવસ્થા કરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં બેદરકારી રાખશે તો અમે દરેક પશુપાલકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી જિલ્લા વહીવટી તંત્રનો સખત વિરોધ કરીશું માટે, આપ સાહેબશ્રીને અમારી દિલથી ગુજારીશ કે આપ અમારા લોકોની વેદનાને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે સુવિધાઓ પુરી પાડવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

Exit mobile version