Site icon Gramin Today

પ્રાઇવેટ સેક્ટરના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવી આવશ્યક:

શ્રોત: ગ્રામિણ  ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

પ્રાઇવેટ સેક્ટરના માલીકોએ તેમના કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવી આવશ્યક: જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું:

વ્યારા:  ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર, જિલ્લાના તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ કરે છે તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટરના કર્મચારી, કારીગરો કે મજુરોના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. હવે પછી કામ પર રાખવાના થતા એવા ઉપરોક્ત તમામ કારીગરો/કર્મચારીઓ અને મજુરોની સંપૂર્ણ વિગત દિન-૭મા સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલદારને આપવાની રહેશે. આ હુકમનો અમલ તા. ૨૫-૦૪-૨૦૨૨ અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 

Exit mobile version