Site icon Gramin Today

પીપલોદ ગામે પાણીની સમસ્યાથી લોકો પરેશાન: પાણી માટે રાહ જોતાં ગામજનો….. તંત્ર મૂકદર્શક..?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાંસદ સભ્યને અને પંચાયત ને જાણ કરી હોવા છતાં હજુ સુધી નિકાલ આવ્યો ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ:

ભર ઉનાળે મહિલાઓ ખુલ્લા પગે બળબળતા તાપમાં દૂર સુધી પોતાની તરસ છિપાવવા જવુ પડે છે, એક માસ થી વધુ સમય  વીત્યા છતા આજદિન સુધી તંત્રના પાપે પાણીના ફાંફા.!

એક વ્યક્તિ પાણી ભરે અને બીજા લોકો પાછુ પાણી નીકળે માટે ૨૦,30 મિનીટ રાહ જોય છે, બીજા કામો પડતા મૂકીને લગાવી પડે  છે લાઈન અને જોવી પડે છે રાહ: સગવડ વાળા પરિવારો બીજે થી પાણી લાવવા માટે વાહનોનો કરે છે ઉપયોગ….

હાલમાં કોરોનાના કહેર અને વાવાઝોડા વચ્ચે પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે ત્યાં તો ઉનાળાના તાપમાં દેડીયાપાડા ના પીપલોદ ગામે પાણીની સમસ્યા થી લોકો લાચાર બન્યા છે. નર્મદા જિલ્લામાં જ અડીને સરદાર સરોવર ડેમ નજીક હોવા છતાં પાણી માટે વલખા મારતા ગ્રામજનોને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે. જો કે વિકાસની વાત થતી હોય તો સરકારે અંતરિયાળ વિસ્તારને નજર અંદાજ નહિ કરવું જોઈએ હાલમાં પીપલોદ ગામના મંદિર ફળિયામાં પાણી માટે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ વિના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ ફળિયામાં ૪ જેટલા હેંડ પંપ છે પણ પાણી નથી, જેના કારણે ગ્રામજનો ૨ કી.મી.દૂર થી પીવાનું તેમજ પશુઓ માટે વાહનો દ્વારા પાણી લાવવા મજબૂર બન્યા છે .

આ સમસ્યાને પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. લાંબુ અંતર કાપ્યા બાદ અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે. સરકારી ચોપડે “નલ શે જલ” પ્રોગ્રામ ચાલવા થી અમારી પાણી ની વિકટ પરિસ્થિતિ નથી સુધરવાની…ગ્રામજનો 

પીપલોદ નાં મંદિર ફળિયાના સ્થાનિક 30 થી 35 ઘરોનાં અંદાજિત 200 થી 250 વ્યક્તિઓ પાસેથી જાણવા મુજબ મંદિર ફળિયાના બોરમાં હાલ પાણી નથી. ડુગરાળ વિસ્તારમાં દર વર્ષે ઉનાળા ના સમયમાં પાણીની સમસ્યા કાયમી હોય છે, ત્યાં ના લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત ના પગલે છતાં ત્યાંના સરપંચશ્રી ધ્યાનમાં નથી લેતાં હોય, જેથી લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે.

જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી થઈ છે.

Exit mobile version