Site icon Gramin Today

પત્રકાર સર્જન વસાવાને ડૉ.બાબા સાહેબ આંબેડકર નોબેલ એવોર્ડ-2022 થી સન્માનિત કરાયા: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

યુવા પત્રકાર સર્જન વસાવાને ડૉ.બાબા સાહેબ આંબેડકર નોબેલ એવોર્ડ 2022 થી સન્માનિત કરાયા: 

પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ તેઓએ મેળવી છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં જોડાય લોકોની પડખે રહી પ્રજાના હિતમાં હંમેશને માટે અન્યાય, શોષિત, વંચિતોની અભિવ્યક્તિ નો અવાજ મીડિયાના માધ્યમથી તંત્ર, સરકાર લોકો વચ્ચે મૂકી ઉજાગર કરી ન્યાયીક કાર્ય સુપેરે પાર પાડી, ગરીબ જરૂરિયાતમંદ લોકોની નાની- મોટી મદદ કરી ને જીવન જરૂરી સામગ્રીઓ આપવાનું ભગીરથ કાર્ય  નિષ્ઠા પૂર્વક કરી રહ્યા છે. 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુદરતની સાનિધ્યમાં ગુંજતું નાનકડું ગામ ગારદા નાં યુવા પત્રકાર સર્જન વસાવા એ  યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે, તેવો લોકશાહીનો ચોથો જાગીર સ્થાન તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં પત્રકારત્વ ને સેવાનું માધ્યમ બનાવી કાર્ય કરતાં એવાં સર્જન વસાવા ને ભરૂચ ની હોટલ શ્રી પ્લાઝામાં યોજાયેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર નોબેલ એવોર્ડ 2022 આપવામાં આવ્યો હતો  

 આજરોજ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના અનેક રાજય, જીલ્લા, તાલુકાના હોદેદારો તેમજ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી.ડૉ.ટી.એમ.ઓનકાર દ્વારા યુવા પત્રકાર સર્જન વસાવા ને ડૉ.બાબા સાહેબ આંબેડકર નોબેલ એવોર્ડ 2022 થી નવાજી સન્માનિત કરવામાં આવ્યા છે. 

યુવા પત્રકાર સર્જન વસાવા ને 2019 માં પણ મુંબઈ (જુહુ) ખાતે ફિલ્મી સિતારાનાં હસ્તે ડૉ.બાબા સાહેબ આંબેડકર નોબેલ એવોર્ડ થી તેમજ ભરૂચ ખાતે 2022 માં પ્રસંશા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Exit mobile version