Site icon Gramin Today

નાયબ વન સંરક્ષક આનંદકુમારની અધ્યક્ષતામાં ઉકાઈ ખાતે રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

નાયબ વન સંરક્ષક આનંદકુમારની અધ્યક્ષતામાં ઉકાઈ ખાતે રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરાઈ..
ઓર્નામેન્ટલ મત્સ્ય ઉછેરમાં વિપુલ તકો હોવાનું જણાવતા વૈજ્ઞાનિકો..

 વ્યારા-તાપી:  તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આજરોજ સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી સિંગલખાચ મુકામે રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી નાયબ વન સંરક્ષક આનંદકુમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સુશોભન માછલી ઉત્પાદન મત્સ્ય ઉછેર ખેડૂતોને આર્થિક સધ્ધરતાની દિશામાં લઇ જશે. અહીંના મત્સ્ય ઉછેર ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે તે માટે કામધેનુ યુનિવર્સિટીમાં મત્સ્ય ઉછેર ખેડૂતોનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.
નાયબ વન સંરક્ષક આનંદકુમારે મત્સ્યપાલક ખેડૂતોને સારી જાતની માછલીઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. વધુમાં વધુ લોકો મત્સ્ય ઉછેર વ્યવસાય અપનાવે તો સુશોભન માછલી ઉદ્યોગમાં આવક સારી મળે છે. તેમણે મત્સ્ય ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આજના સમયમાં તાતી જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું.
મદદનીશ પ્રાધ્યાપક ફીશરીઝના ડો.સ્મિત લેન્ડેએ જણાવ્યું હતું કે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા ૧૦ જુલાઈનો દિવસ રાષ્ટ્રિય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૫૭ માં ડો.કે.એચ.અલ્ક્રાહી અને ડો.એચ.એલ.ચૌધરીએ માછલીઓમાં પ્રજનનની ટેકનિકો શોધી હતી. આ ટેકનિકથી ભારતભરના મત્સ્ય ખેડૂતોને મત્સ્યબીજ ઉત્ક્રાંતિ સ્વરૂપે લાભ મળ્યો છે. જેથી આ દિવસે વૈજ્ઞાનિકોનું સન્માન કરાયું હતું. સુશોભન માછલી મીઠા પાણી તેમજ ખારા પાણી જલચર ઉછેર છે.આમ ઓર્નામેન્ટલ મત્સ્ય ઉછેરમાં વિપુલ તકો છે.
આ પરિસંવાદમાં કેવીકે વ્યારાના અતિથિ વિશેષ ડો.જીગર બુટાની, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક સમીર આરદેશણા,રીસર્ચ ઓફિસર ઋત્વિક ટંડેલ, સેલુરના મત્સ્ય ખેડૂત અશોકભાઈ ગામીત સહિત તાપી જિલ્લાના ૧૫ મત્સ્ય ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઉપિસ્થત રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભારવિધી રીસર્ચ આસીસ્ટન્ટ રાજેશભાઈએ કરી હતી.

Exit mobile version