Site icon Gramin Today

નવા સરપંચે પદ સંભાળતાં જ સ્વચ્છ ગામ બનાવવાનો કર્યો પ્રારંભ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત સ્વછતા બાબતે એક્શન મોડ પર;

ડેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવા સરપંચે પદ સંભાળતાં જ સ્વચ્છ ગામ બનાવવાનો કર્યો પ્રારંભ;

ગામ ને એક સ્વચ્છ ગામ બનાવવા ની કામગીરીની કરવામાં આવી શુભ શરૂઆત;

સરપંચ વર્ષાબેન દીવાલભાઈ વસાવા ના પદભાર ગ્રહણ કરતા ની સાથેજ સરપંચ પુત્ર અને જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા એ નવનિયુક્ત ગ્રામપંચાયત ની ટીમ ને જાતે હાજર રહી માર્ગદર્શન આપી, રાત્રિનાં સમય માં સાફ સફાઇ અભિયાન કરી એક્ટિવ કામગીરી બતાવી હતી. વધુમાં તેઓએ “ક્લીન ડેડીયાપાડા ગ્રીન ડેડીયાપાડા”  ની શરૂઆત થઈ ગઈ છે એવો સંદેશ આપ્યો હતો.

જોકે ગ્રામજનો ચાલતી સ્વછતા બાબતે કહી રહ્યા છે કે આ કામગીરી કાયમી થાય તો સ્વચ્છ ડેડીયાપાડા નું સપનું સાકાર કરી શકાય તેમ છે, તેના માટે નાગરિકો પણ પોતે સરપંચ અને નવી ટીમ સાથે કટિબદ્ધ બન્યા છે.

Exit mobile version