Site icon Gramin Today

નવા/જુના વાહનોની લે-વેચ અંગે માહિતી પાલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરવવાની રહેશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

નવા/જુના વાહનોની લે-વેચ કરનારાઓએ લે-વેચની હકીકતો તૈયાર કરી પોલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરાવવી:

નવા/જુના વાહનોની લે-વેચ અંગે માહિતી પાલીસ સ્ટેશન તથા મામલતદારને જમા કરવવાની રહેશે;

 વ્યારા: તાપી જિલ્લામાં નવા/જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકોર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી જણાતા તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડી જરૂરી વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જણાવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં તમામ નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીક તથા પેઇન્ટર વગેરેએ હાલ સુધીમાં નવા/જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. વધુમાં હવે પછી લે-વેચ કરે તો તે સંબંધિત માહિતી પોલીસ સ્ટેશન, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી તથા સંબંધિત મામલતદારને આપવાની રહેશે. આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Exit mobile version