Site icon Gramin Today

નર્મદા જીલ્લાનાં ક્રિકેટ પ્રેમીઓની 104 જેટલી ટીમો રમવા આવતા આયોજકો અને ડેડીયાપાડા વિસ્તારનાં રમતવીરોમાં ખુશીનો માહોલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનું અંતરીયાળ ગામ ગઢ મુકામે યુવા ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, અલગ અલગ વિસ્તારો માંથી કુલ 104 ટીમે ભાગ લીધો હતો, જેમાં શિવમ ઇલેવન ડેડિયાપાડા અને ગાજર ગોટાની ટીમ ફાઇનલમાં આવી હતી, જેમાં શિવમ ઇલેવન ડેડિયાપાડા ના કેપ્ટન વિશાલ પટેલ ના નેતૃત્વ હેઠળ પ્રથમ ઇનામ 8000/- મેળવી,  શિવમ ઇલેવન ડેડિયાપાડા ટીમ વિજેતા થઇ હતી. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ સેરેમનીમાં BTP નાં પ્રમુખ. ચૈતરભાઈ વસાવા , નર્મદા જિલ્લાના કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા જેવા અનેક આગેવાન યુવાનોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા, અને જેમના હસ્તે ઇનામ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,વધુમાં ટુર્નામેન્ટનાં કાર્યક્રમમાં અંતે યુવાનો ને પ્રોત્સાહન આપતાં કહયું કે પ્રમુખશ્રી વસાવાએ રમત અને ખેલ દિલી ભાવના આપણને એકબીજા સાથે વધુ નજદીક લાવે છે, અને આપણને શારરિક અને માનસિક તંદુરસ્ત બનાવે છે, આવા દરેક કાર્યક્રમ ગ્રામ્ય ક્ષેત્રે ખુબ જ જરૂરી છે, અને હમો હંમેશા યુવાનો સાથે છીએ એવું કહી તમામ આગેવાનો દ્વારા સમગ્ર ટીમ અને આયોજકો વતી શિવમ ઇલેવન ડેડિયાપાડા ટીમ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

 

Exit mobile version