Site icon Gramin Today

નર્મદા જિલ્લામાં VCE (કોમ્પ્યુટર) ઓપરેટરો હડતાળ પર ઉતરતા ખેડૂતોની હાલત કફોડી બની જેને લઇને સરપંચ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા: નર્મદા જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખશ્રી નિરંજનભાઇ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખશ્રી જીતુભાઈ ભીલ, તિલકવાડા તાલુકા પ્રમુખશ્રી અરુણ ભાઈ તડવી, નાંદોદ તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઈ તડવી, ગરુડેશ્વર તાલુકા પ્રમુખ શીતલબેન તડવી, નર્મદા જિલ્લા ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ તડવી, તેમજ  જિલ્લાના તમામ સરપંચશ્રીઓ અને V.C.E ના પ્રમુખશ્રી અશોકભાઈ વસાવા દશરથભાઈ તેમજ જિલ્લાના હોદ્દેદાર શ્રીઓ દ્વારા કલેકટર સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સરકારશ્રીની વિવિધ યોજના ઓનલાઇન કામગીરી કરતા V.C.E.પોતાની માંગણીઓમાં ટેકાના ભાવે તુવર, મકાઇ, દિવેલા, મગફળી ખરીદીની અરજીઓ તથા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા મળતી ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આવકના દાખલા જે વિવિધ પ્રકારની યોજનાઓની ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરી નર્મદા જિલ્લાના અને સમગ્ર ગુજરાતના V.C.E.તા:- 1/10/2020 થી તેઓ હડતાલ ઉપર ઉતરેલા હોય તેઓની માળખાકીય સુવિધાઓ અને માંગણીઓ ને પડતર પ્રશ્નોનો વહેલી તકે સુખદ નિરાકરણ આવે કે જેથી આવનારા દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારશ્રી ની વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ દરેક ગ્રામ પંચાયતના તમામ ભાઈઓ અને બહેનો તેમજ ખેડૂત મિત્રો લઈ શકે એવી નર્મદા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ દ્વારા નર્મદા જિલ્લા કલેકટર શ્રીને આવેદન પત્ર આપી જણાવવા આવ્યું.

Exit mobile version