Site icon Gramin Today

નદીએ નાવા ગયેલ યુવકની મોટરસાયકલની થઈ ચોરી, યુવકે કરી પોલીસ ફરિયાદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા

નદીએ નાવા ગયેલ યુવકની મોટરસાયકલની થઈ ચોરી, યુવકે કરી પોલીસ ફરિયાદ.

સાપુતારા: આહવા ખાતે યુવક તેના મિત્રો સાથે ખાપરી નદીએ નાવા માટે ગયો હતો અને નદી નજીક મોટરસાયકલ પાર્ક કરી હતી. જે બાદ યુવક અને તેના મિત્ર પરત ફર્યા બાદ સ્થળ પર મોટરસાયકલ મળી આવી ન હતી. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ. 

આહવા તાલુકાના બોરખેત ગામના શૈલેષ ચંદ્ર સાપટે તેના મિત્રો સાથે મોટરસાયકલ રજી. નં.GJ-30-B-2828 પર સવાર થઈ દેવીનામાળ,ખાપરી નદી ભુસદા ચેકડેમમાં નાહવા માટે ગયા હતા. અને મોટરસાયકલ મેઇન રસ્તો છોડીને નદીના કિનારા પાસે પાર્ક કરી હતી. જે બાદ યુવક અને તેના મિત્રો નદીમા નાહવા માટે નિકળી ગયા હતા સાંજના છ વાગ્યાના સુમારે નાહી ધોઇને પરત ગાડી પાર્ક કરેલ જગ્યાએ આવ્યા હતા પરંતુ ત્યાં તેમને મોટરસાયકલ મળી આવી નહોતી. જેથી તેમને આસપાસના વિસ્તારમાં મોટરસાયકલની શોધખોળ હાથ ધરી હતી. પણ મોટરસાયકલ મળી આવી ન હોતી. જે બાદ યુવકે મોટરસાયકલ (જેની કિંમત રૂપિયા ૪૮,૧૦૦/-) ચોરી ની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાવી હતી. આહવા પોલીસે મોટરસાયકલ ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version