Site icon Gramin Today

દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે બેંક ઓફ બરોડા મોસ્કૂટ શાખાને દેડીયાપાડા માંથી  મોસ્કૂટ ગામમાં પુનઃકાર્યરત કરવા બાબતે આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

આવેદન માં જણાવ્યા મુજબ થોડાં વર્ષો પહેલા મોજે – ગામ મોસ્કુટ બેંક ઓફ બરોડા મોસ્કુટ શાખા કાર્યરત હતી, પરંતુ મકાન જર્જરિત હાલતમાં તથા કનેક્ટવીટીનો અભાવ હોવાને લીધે આ બ્રાંચ દેડીયાપાડા તાલુકા મથકે  ખસેડવામાં આવેલ હતી, જેના કારણે આજના સમયમાં ખેડૂતો, મજૂરો, નોકરીયાત વર્ગ, વૃદ્ધા પેન્શન માટે ભાઈઓ તેમજ બહેનો ,વિધવા પેન્શન માટે બહેનો, ધંધાદારીઓ તથા વિદ્યાર્થીઓથી માંડીને તમામ વ્યવહાર બેંક મારફતે થાય છે, પરંતુ મોસ્કુટ તથા આજુબાજુના ગામોના હજારો લોકોને મોસ્કુટ ગામમાં બ્રાન્ચ ન હોવાથી તમામ લોકોને ૨૫ થી ૩૦ કિલોમીટર અંતર કાપીને દેડીયાપાડા તાલુકા મથકે જવું પડે છે, જેના કારણે રોજિંદા વ્યવહારમાં અગત્યનાં કામો અટવાય છે, તેમજ સમય અને નાણાં નો વ્યય થાય છે લોકોને આખો દિવસ બગાડવો પડે છે, અને ભૂખ્યા ને તરસ્યા હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે મોસ્કુટું ગામ તેમજ આજુ બાજુના ગામો ઉડાણ વિસ્તાર તેમજ ખરાબ રસ્તાઓ તથા અપુરતી વાહનોની સુવિદ્યાને કારણે  હજારો લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેથી મોસ્કુટ ગામ તેમજ આજુ બાજુ વિસ્તારના ખેડૂતો, મજૂરી, નોકરીયાતવર્ગ, ધંધાદારીઓ તથા વિદ્યાર્થીઓને, વૃધ્ધા પેન્શન ભાઈઓ-બહેનો, વિધવા સહાયના બહેનોને બેંક ઓફ બરોડા મોસ્કુટ શાખાની જરૂરીયાત ઉભી થતાં બેંક ઓફ બરોડાની મોસ્કૂટ શાખા પુનઃ મોસ્કુટમાં  કાર્યરત કરવામાં આવે એવી માંગણીઓ સાથે મોસ્કુટ ગામના ગ્રામજનો તેમજ આજુ બાજુ વિસ્તારના ગ્રાહકો દ્વારા પ્રાંત અધિકારી શ્રીને દેડીયાપાડા ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું.

Exit mobile version