Site icon Gramin Today

દેડીયાપાડા પોલીસે તથા PHC ગોપાલીયાની મેડીકલ ટીમે બોગસ તીબબ ઝડપી પાડ્યો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડાના ઉંમરાણ ગામેથી દેડીયાપાડા પોલીસે તથા PHC ગોપાલીયાની મેડીકલ ટીમે બોગસ તીબબ ઝડપી પાડ્યો:

આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં કેટલાક બોગસ ડોક્ટરો પોતે ડોકટર ન હોવા છતા એલોપેથીક દવાઓ વડે તબીબી પ્રેક્ટીશ કરી ગેરકાયદેસર રીતે જાહેરમાં દવાખાના ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતા દાક્તરી સેવાના સાધનો વડે પોતાના આર્થિક ફાયદા સારૂ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની હકિકત આધારે પોલીસ અધિક્ષક નર્મદા શ્રી હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝન નાઓની આવા બોગસ ડોક્ટરો પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આધારે પો.સબ.ઇન્સ. શ્રી એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા મેડીકલ ઓફીસર શ્રી ભાવીન વસાવા પી.એસ.સી.ગોપાલીયા નાઓની ટીમે સંયુક્ત રીતે બાતમી આધારે ઉંમરાણ ગામે આવેલ બોગસ તબીબ પ્રશાંત પરેશચંન્દ્ર સરકાર હાલ રહે.ઉમરાણ સરપંચ ફળીયુ તા.દેડીયાપાડા જા,નર્મદા મુળ રહે.રાયનગર પો.નાસરકુલી તા.રાણાઘાંટ જી.નદીયા (પશ્ચિમબંગાળ) નાઓને ગુજરાત સરકાર માન્ય ડીગ્રી કે, સર્ટી વગર મેડેલ પ્રેક્ટીસ કરી મેડીકલ સામગ્રી જેવી કે, અલોપેથીક ટેબલેટો,સીરપની બોટલો તથા સીરીંજ (નીડલો) તથા બેડની સુવિધા તથા દવાઓ વિગેરે કિંમત રૂપિયા ૦૬,૬૨૯- ના મુદામાલ સાથે પકડી પાડી ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

 

Exit mobile version