Site icon Gramin Today

દેડીયાપાડામાં દુષ્કર્મ ઘટનાને લઈ મૌન વચ્ચે આદિવાસી કાર્યકરો સામે ફરિયાદ થતાં તંગ માહોલ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આદિવાસી યુવતી પર થયેલા દુષ્કર્મ બાબતે થયેલી તોડફોડમાં BTTS ના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાયી:  

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓને પોલિટિકલ સ્વરક્ષણ પ્રાપ્ત છે ત્યારે સ્થાનિક આદિવાસીઓને ન્યાય પર છે મોટી આશા..!  

ડેડીયાપાડાની આદિવાસી યુવતી ઉપર પર પ્રાંતીય યુવક દ્વારા છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાના પ્રકરણમાં સામાજિક અગ્રણીઓ દ્વારા પ્રાંતને આવેદન આપ્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ આરોપી યુવકની દુકાન તેમજ પાણીપુરીની લારી પાસે તોડફોડ કરવામાં આવી હતી. જે બાબતે ફરિયાદી સુબેશકુમાર કૈલાશસિંહ કુશવાહા હાલ રહે. ડેડીયાપાડા કોર્ટની સામે દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદી એ આપેલી ફરિયાદ મુજબ તેની દુકાન ઉપર હુમલો કરી 15 થી 20 લોકોના ટોળાના આરોપીઓ પૈકીના ચૈતરભાઈ વસાવા તથા દેવાભાઈ સરપંચ તથા દિનેશ ઉબડીયા વસાવા અને મહેશભાઈ ગેબુભાઈ વસાવા તથા વિક્રમ મોતીસીંગ વસાવા, બહાદુરભાઇ વસાવાના ઓએ ફરીયાદીને ઢીકમુક્કીનો માર મારેલો અને ફરીયાદીની દુકાનનું કાચનુ કાઉન્ટર તોડી નાંખી તેમજ પાણીપુરીની લારી ઉલટાવી નાંખી આશરે પાંચેક હજાર રૂપિયાનું નુકશાન કર્યું હતું. એવું ફરિયાદ આપનાર વ્યક્તિએ ફરિયાદમાં નોંધાવ્યું હતું, પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે. જોવું રહયું પાંચ હજારનું નુકશાન કરનારાઓને પોલીસ પકડે છે કે દુષ્કર્મ કરનાર પર પ્રાંતિય ઇસમ ને કેવી સજા અપાવવા અને સમાજ માં દાખલો બેસાડવા શુ પ્રયત્નો કરે છે.?  એમ જોતાં નર્મદા,  ડેડીયાપાડા પોલીસની સાખ દાવ પર લાગી છે. જોવું રહયું પોલિટિક્સ જીતે છે કે આદિવાસી યુવતીને ન્યાય મળશે.?

 

Exit mobile version