Site icon Gramin Today

દેડીયાપાડાની દેના બેંકમાં મેનેજર અને ગ્રાહકો વચ્ચે  તું …તું .. મેં.. મેં..ના દ્રશ્યો પોલીસ દોડી આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા ખાતેની દેના બેંકમાં મેનેજર અને ગ્રાહકો વચ્ચે  તું …તું .. મેં.. મેં..ના દ્રશ્યો..પોલીસ દોડી આવી: બેંક મેનેજરની દાદાગીરી સોસિયલ મીડિયામાં થઇ વાયરલ ખાતા ઘારકો સાથે તોછડું વર્તન વખોડવા લાયક: 

બેંક માં કોરોના કહેર વચ્ચે રોજ બરોજની લાંબી-લાંબી કતારો ના કારણે સોશ્યલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા:

ભૂખ્યા, તરસ્યા લાઈનમાં ઉભેલા ગ્રાહકોની તકલીફ બાબતે બેંક સત્તાધીશો દ્વારા કોઈજ યોગ્ય વ્યવસ્થા કરાતી નથી, અહીનું તો એટીએમ પણ બંધ હાલતમાં પડ્યું છે, દેડીયાપાડાની દેના બેંક માં સરકાર ની ગાઈડલાઈન નાં ઉડ્યા ધજાગરા, લોકોની ભીડ એકઠી થઇ: દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો નાં લોકો સવારના ભૂખ્યા અને તરસ્યા રહેવા મજબૂર… બેંક દ્વારા બેસવા કે પીવાના પાણીની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.. આ બાબતે સવાલ કરતાં પત્રકાર મિત્રો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, તેમજ ગ્રાહકો ને પણ અપશબ્દો.. દેના બેંક નાં સિક્યુરિટી દ્વારા આપવામાં આવેલ જેવી ગંભીર બાબત સામે આવી, મેનેજર અને ગ્રાહકો વચ્ચે તું …તું .. મેં.. મેં..

હાલમાં દેના બેંક અને  બેંક ઓફ બરોડા બંને બેંક ને મર્જ ના કરવા બાબતે વિવિધ રાજકીય પક્ષોએ આવેદન આપ્યું  હતું છતાં મર્જ કરવાની કદાચ હવે ગ્રાહકોની આવી પરિસ્થિતિ આવી પડશે  એમ કોઈએ વીચાર્યું પણ ના હશે: જોવું રહ્યું હવે  કર્મચારીઓ એસી ની હવામાંથી બહાર આવી વધારાનું કાઉન્ટર અથવા કોઈ વૈકલ્પિક સુવિધા ઉપલબ્દ કરશે ખરાં? 

હાલ કોરોના મહામારી વચ્ચે બેન્કો પર, ખાતર ડેપો જેવી જગ્યાઓ ઉપર ગ્રાહકો ની લાંબી કતારો હોય જે તે વિભાગ તેના યોગ્ય આયોજન બાબતે નિષ્ફળ જતું હોવાથી વારંવાર માથાકૂટ થતી જોવા મળે છે, સાથે સાથે કોરોના કાળમાં અતિ મહત્વનું છે માસ્ક પહેરવું અને સામાજિક દુરી, અહીતો  સોસીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી છતાં તંત્ર આ બાબતે કોઈ જ ગંભીરતા નથી લેતું. આખરે કાયદો તો સામાન્ય માનવી ને લાગુ પડે છે?  બેંક કે કોર્પોરેટ સેક્ટરમાં નહિ? જવાબ દારો ને કોણ સબક શીખવાડે? આજે દેડીયાપાડા ની દેના બેંકમાં ઘણા દિવસો થી પડતી લાંબી લાઈનો માં રોજ ગ્રાહકો ની અંદરોઅંદર માથાકૂટ કરતા હોય આજે બેંક અને ગ્રાહકો વચ્ચે બોલા ચાલી થતા તું..તું…મેં.. મેં… ના દ્રશ્યો સર્જાયા બાદ પોલીસ દોડી આવી હતી ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. રોજ રોજની આવી રામાયણ વચ્ચે બેંક અધિકારીઓ યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી સ્થાનિકો લોકો અને ગ્રાહકો માંગ કરી રહ્યા છે. આખરે પરેશાનીનો સામનો તો ખાતેદારોએ જ કરવાનો એસી ની હવા તો ગ્રાહકોનાં રૂપિયે કર્મચારીઓ જ ખાયને! 

Exit mobile version