Site icon Gramin Today

દેડિયાપાડા તાલુકાના ઘાટોલી ગામે હંગામી ધોરણે રમત – ગમત ગ્રાઉન્ડની કામગીરી હાથ ધરતા યુવાનોમાં ઉત્સાહ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશભાઈ વસાવા

દેડિયાપાડા તાલુકાના ઘાટોલી ગામે હંગામી ધોરણે રમત – ગમત ગ્રાઉન્ડની તૈયારીની કામગીરી જેસીબી મશીન દ્વારા હાથ ધરવામાં આવી હતી  જેથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવાં મળ્યો હતો , 

ચુંટણીના માહોલ પછી હવે અનેક વિભાગોમા નોકરીની તક ઉભી થનાર છે, સાથે જ હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે અને આવનારા સમયમાં પોલીસ, એસ.આર.પી, કમાન્ડો, અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની ભરતીની શારીરિક કસોટી ની પૂર્વ તૈયારીઓ માટે હમણાના યુવાનો ને રમત ગમત ની ખુલ્લી જગ્યા ની જરૂરિયાત  હો ય છે. ત્યારે અનેક ગામોના યુવાનોમાં આ બાબતે ઘણોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

         પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ઘાટોલી ગામના જાગૃત યુવાનો દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત ઘાટોલી ના હોદેદારો ને વારંવાર રજૂઆતો કરતા આજ રોજ દેડિયાપાડા તાલુકામાં આવેલી મહાત્મા ગાધી આશ્રમ શાળા ઘાટોલી ખાતે પોતાની સર્વે નંબર ની કબ્જામાં આવેલી જમીન પર હંગામી ધોરણે રમત ગમત ગ્રાઉન્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી એનો મોટો ફાળો આશ્રમ શાળા ઘાટોલી અને અને ગ્રુપ ગ્રામ પંચાયત ઘાટોલીનાઓનો યુવાનોએ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

           ગ્રામીણ ટુડે ન્યૂઝ દેડિયાપાડાએ ગામના યુવાનો સાથે ટેલીફોનીક વાત કરતા ગામના યુવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકાર નું રમત ગમત નું ગ્રાઉન્ડ કાયમી ધોરણે બનાવી આપવામાં આવે તો દરવર્ષે અમારા જેવા યુવાનોને રમત ગમત ગ્રાઉન્ડ માટે દર વર્ષે માગણી કરવી જ ના પડે..

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જે સરકારી પડતર જમીન છે એ જગ્યા પર પુસ્તકાલય અને રમત ગમત નું ગ્રાઉન્ડ બનાવી આપે તો હમણાં ની યુવાપેઢી ને શારીરિક કસોટીઓમાં અને લેખીક કસોટીઓમાં ડેડીયાપાડાના અમે યુવાનો ઘણું સારું પ્રદર્શન ઉત્કૃષ્ટ દેખાવ કરી શકીએ એવું જણાવ્યું હતું.

Exit mobile version