Site icon Gramin Today

દેડિયાપાડા અને મોઝદા 108 કોરોના વોરિયર્સ દ્વારા રંગોળી દોરી ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને મોઝદા 108 કોરોના વોરિયર્સ દ્વારા પ્રતિકાત્મક રંગોળી, રંગબેરંગી રંગો થી બનાવી ધનતેરસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આખા ભારતવર્ષમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરશે ત્યારે પણ પોતાની ફરજ ઉપર હાજર રહી લોકો ના સ્વાસ્થ્ય અને સુરક્ષા ની સેવા બજાવતાં સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસ જવાનો પોતાના પરિવાર થી દુર રહી ને ખડેપગ સેવા બજાવતાં હોય છે. સામાન્ય જનમાનસ આવા લોકો ની સેવા અને કામગીરી ને બિરદાવવા ને બદલે એ તેમની ફરજ મા આવે છે એમ સમજે છે પણ પોતાને એમની જગ્યા એ મુકી ને વિચારે ત્યારે એ કલ્પના એમના વિચારો મા પરિવર્તન લાવી શકે છે. લોકો ના સ્વાસ્થ્ય અને ઈમરજન્સી સેવા માટે ખડે પગ સેવા બજાવતાં 108 ના સ્વાસ્થ્ય કર્મીઓ હીરાજી ઠાકોર, વર્ષાબેન,રસિકભાઈ, કિરીટ વસાવા, હેતલબેન, પ્રિયંકાબેન તેમજ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ ને મ્હાત આપતી,તેમજ ઘરમાં રહો, અને સ્વસ્થ રહો નો સંદેશ પાઠવતી 108 ના સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા રંગોળી પુરી પોતાની કલા પ્રદર્શન કરવાની શાથે શાથે ધનતેરસ ની ઉજવણી કરી હતી.

 

.

Exit mobile version