Site icon Gramin Today

દેડિયાપાડામાં બનેલી આગજની ઘટનામાં પીડિતોનાં વ્હારે પોલીસ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા

નર્મદા જીલ્લાનાં  દેડીયાપાડા તાલુકાનાં  ભૂતબેડા ગામમાં ગત દિવસોમાં વસાવા કુસુમબેન સુરેશભાઈનાં ઘરે લાગી હતી આગ  ઘરમાં લાગેલી આગથી થયું હતું પરિવારને માલ મિલકતનું  આર્થીક નુકસાન, પીડિત પરિવારને  દેડિયાપાડા પોલીસે જીવન જરૂરિયાતની કિટનું વિતરણ કરી મહેકાવી માનવતાની મહેક.

નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા તાલુકામાં આગ છે કે જે રોકાવાનું નામ જ નથી લેતી  વારંવાર આ વિસ્તારમાં આગજનીની  ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ વિસ્તારમાં ફાયર સ્ટેશનની ઉભી થઇ છે લોકો માંગણી, ફાયર સ્ટેશનથી  ગામોમાં આવતાં ૨થી ૩ કલાક લાગી જતાં હોય છે, ત્યાં સુધીમાં સગળું બળીને ખાંખ થઇ જાય છે,  ગત દિવસોમાં દેડિયાપાડા તાલુકાનાં  ભૂતબેડા ગામમાં આગ લાગવાનાં કારણે ઘર સળગી ગયેલ  સગળું બળીને ખાંખ થઇ ગયેલ હોવાથી  પરિવાર બન્યો  હતો લાચાર:  તેથી  પરિવારની  મદદે દોડી આવ્યાં હતાં દેડીયાપાડા નાં પી.એસ.આઇ. અજય ડામોર તથા પોલીસ ટીમે  તેમની   મુલાકાત લઈ જીવન જરૂરિયાતની કીટ આપવામાં આવી.પીડિત  પરિવારનાં વ્હારે પોલીસ, ગામમાં પોલીસનાં ઉમદા કાર્યથી  ખુશીનો માહોલ:   આ વિસ્તારમાં   ફાયર સ્ટેસનની વ્યવસ્થા જલ્દીથી કરવામાં આવે તો લોકો માટે ઘણુંખરું ઉપયોગી રહશે. જોવું રહ્યું સરકાર આદિવાસીઓની વાહરે આવે છે કે પછી આમજ ચાલતું રહશે?

Exit mobile version