Site icon Gramin Today

દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક-૨૦૨૪ મેળવવા અરજી કરી શકાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક-૨૦૨૪ મેળવવા અરજી કરી શકાશે:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : શારીરિક ક્ષતિ ધરાવતા શ્રેષ્ઠ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી વ્યક્તિઓ તથા તેમણે કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા પ્લેસમેંટ ઓફિસર્સ માટે રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ માટે અરજી કરી શકાશે.

સરકારશ્રી દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેંટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. જે અન્વયે પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓએ અથવા સ્વરોજગાર કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી આધારો સાથે બે નકલમાં મોડામાં મોડું તારીખ ૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં રોજગાર વિનિમય કચેરી આહવા-ડાંગ રૂબરૂ કે ટપાલથી પહોચતા કરવા અનુરોધ કરવામાં આવે છે.

જરૂરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in પરથી મેળવી શકશે અથવા રોજગાર વિનિમય કચેરી આહવા ખાતે થી તારીખ ૨૦/૦૨/૨૦૨૫ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન‌ વિના મૂલ્યે મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version