Site icon Gramin Today

દારૂ બંધી અને જુગાર ધામની રેઇડ કરતાં કાયમનું બંધ કરી શકાય તેવા પગલાં કેમ નથી લેતી?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા, ડેડીયાપાડા પ્રોહીબીસનની અને  જુગારની રેઇડ તો કરે છે, પરંતુ સવાલ એ છે કે શું આના થી દારૂ બંધી કે જુગાર બંધ થઈ જશે??? શું કાયમ રીતે અમુક પ્રકારનાં ધંધાઓ કે બંધ નહિ કરી શકાતા? જનતા કાર્યવાહી પર સવાલ નથી ઉઠાવતી પણ પોલીસના  કામ કરવાની પદ્ધતિ સામે સવાલ ઉભા થાય છે! 

પોલીસ પ્રાશાસન નાના નાના દેશી દારૂના અડ્ડા અને જથ્થો પકડી ને નાની રકમ ના કેશો ફક્ત ચોપડે બતાવવા પૂરતા જ કેસ કરે છે, કે પછી કોઈક ઉપલા અધિકારી દ્વારા ટાર્ગેટ તેઓને આપવામાં આવે છે? જે અધિકારીના કાર્ય વિસ્તારમાં દારૂ પકડાય ને તેને ક્લીન ચીટ મળે છે, એટલે તો નહિ મોટી માછલી પકડતી કે? 

જીલ્લામાં જયારે કોઈ દારૂ અને જુગાર બાબતે કોઈ કેશ પકડાય છે ત્યારે પ્રેસ નોટમાં કોલમ લખાય છે તે વાંચીને ઘણો આનંદ થાય છે કે ઉપલા અધિકારીઓ દ્વારા આ બાબતે સૂચનાઓ અપાઈ છે, અને પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કેશ મળી આવ્યો,  રોડ પર નાની માછલીઓ સામેથી આવતી હોય છે પણ જેમનું પરમાંનેન્ટ સરનામું છે તેવા મોટા વેપારીઓ કે નથી પકડતા? 

ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છે તે વચ્ચે પ્રોહીબીશનનાં ગુનાઓ બાબતે લોકો એ મુંઝવણમાં છે અને લોક મુખે એવી ચર્ચા પણ સેવાઇ રહી છે, કે  શુ રોજ દારૂના વેપલા થતા હોય તો આ બધામાં હાથ કોનો? કેમ મોટી માછલીઓ પોલીસ નાં પકડ થી દુર છે?
કોણ આ તમામ ગુનાહિત પ્રવૃત્તિ ને ટેકો આપી રહ્યું છે?

કાયદો વ્યવસ્થા અને ધરપકડ, ફરિયાદ આ તમામ ફક્ત એક સામાન્ય નાગરિક માટે જ છે? અથવા તો ચોપડે દેખાડવા પૂરતો માત્ર ખેલ તો નથી ને?

મસમોટા દારૂના વેપલા જુગારધામ ચલાવનાર પર કોઈ કાર્યવાહી કેમ નહિ? રાજ્યની  આમ જનતા અધિકારીઓનાં આવા વલણ થી ચિંતિત છે. અને દારૂબંધી, પ્રોહી એક્ટ એટલાં કડક છે તો પણ શા માટે બુટલેગર વધતાં જ જાય છે? જનતાની વ્યથા અને દરદ અધિકારીઓ સુધી કયારે પહોચે?

Exit mobile version