Site icon Gramin Today

તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામે મીની પુલ અને અન્ય ગામ ને જોડતો રસ્તા ની કામગીરી કરવા બાબતે મામલતદારને રજુઆત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામમાં મીની પુલ અને અન્ય ગામને જોડતો રસ્તો બનાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.

ગ્રામજનો એ રજુઆત માં જણાવ્યું છે કે છેલ્લાં ઘણાં વર્ષો થી પૂછપુરા ગામે આવવા જવા માટે માત્ર એકજ રસ્તો છે અને અન્ય ગામ ને જોડતા એક પણ રોડ નથી જેથી ગ્રામજનોને તાલુકા મથકે જિલ્લા મથકે ખેતીકામ અર્થે તેમજ વિદ્યાર્થીઓ ને અભ્યાસ અર્થે જવું હોયતો ચોમાસા દરમિયાન ખુબ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી પડે છે. ગ્રામજનોની આ પ્રાથમિક સમસ્યા છે, જેને ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આજ સુધી કોઈ જવાબદાર અધિકારી કે સરપંચ લાવતા નથી , તેમજ કોઈ જોવા પણ નથી આવતું જેથી કરીને ઘટતી કાર્ય વાહી કરવા તિલકવાડા મામલતદાર , તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. સાથે સાથે ટુક સમયમાં આ કામ કરવામાં નહિ આવેતો ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Exit mobile version