Site icon Gramin Today

તાલુકા કોગ્રેસ સમિતિએ મામલતદારને આપ્યું આવેદનપત્ર!

શ્રોત:ગ્રામીણ ટુડે નર્મદા જીલ્લા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા,

દેડીયાપાડા તાલુકા કોગ્રેસ સમિતિએ મામલતદારને આપ્યું આવેદનપત્ર કારોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના દરેક લોકોને અલગ અલગ પ્રકારની મદદ માટે  સરકારને આવેદનપત્ર  આપી કર્યા અવગત: 

છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ મહામારી વ્યાપક બની છે. સરકાર દ્વારા કોરોના મહામારીના પગલે સંપૂર્ણપણે લોક ડાઉન સતત ૫૫ દિવસથી ચાલી રહ્યું છે, સમગ્ર ધંધા-રોજગાર અને આજીવિકાના દરેક ધંધા ઉદ્યોગો બંધ છે, હવે માનવ જીવન જીવવા અનેક  મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ પરિસ્થિતિમાં પ્રજાની હાલત કફોડી બની છે ત્યારે કોંગ્રેસે પ્રજાનાં પડખે ઉભી રહીને  ગુજરાત ભરમાં અનેકો જગ્યાએ જીલ્લા તથાં તાલુકા મથકે સરકારને સંવેદનશીલ બનવા તથાં ગુજરાતની જનતાને મદદ કરવાં સરકારને આપ્યું આવેદનપત્ર, સરકારની ગાઈડલાઈન્સનું ધ્યાન રાખીને જીલ્લા/તાલુકા  કોંગ્રેસ સમિતિએ  જનતાના હિત માટે  પ્રજાનાં અવાજ બની ગુજરાત સરકારને કર્યા અવગત;  આવેદનપત્રમાં અનેક માંગણીઓ અને રજૂઆત કરવામાં આવી:

. માર્ચ ૨૦૨૦ થી જુન ૨૦૨૦ સુધીના તમામ લોકોનાં લાઈટ બીલ માફ કરવામાં આવે,

. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોનાં તમામ પ્રકારનાં વેરાઓ માફ કરવાં અને નાનાં વેપારીઓનાં ધંધાને લગતા વેરા માફ કરવાં,

. ખાનગી શાળાઓમાં  આગમી શેક્ષણિક વર્ષની સત્ર ફી માફી અથવા સરકાર આવી ફી ની રકમની સહાય પૂરી પાડે,

. વર્તમાન કપરાં સંજોગોમાં કૃષિક્ષેત્રેની ધિરાણની મુદલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદન બને અને યોગ્ય આયોજન કરે, 

એવી પ્રજા હિતની માંગણીઓ કોંગ્રેસે વર્તમાન ગુજરાત સરકાર પાસે કરી, અને મોકલાવ્યું મામલતદાર હસ્તક આવેદનપત્ર; 

 

 

 

Exit mobile version