Site icon Gramin Today

તાપી જીલ્લા મથક વ્યારા નગર સાથે સંપર્ક ધરાવતા માટે જનતા જોગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

તાપી જીલ્લાનાં વડા મથક વ્યારા ખાતે આજે વ્યારા નગરપાલિકા દ્વારા સોશીયલ મીડીયામાં કોવીડ-૧૯નાં વધતાં સંક્રમણને ધ્યાને લેતાં જનતા જોગ સંદેશ વહેતાં થયાં! 

નગરપાલિકા વ્યારાનાં નામે ફરતાં લેટરનું હમો સમર્થન નથી કરતાં પરંતુ વધતાં જતાં કોવીડ-૧૯નું સંક્રમણને ધ્યાને લેતાં તાપી જીલ્લા  તંત્ર અને નગરપાલિકા જરૂરી પગલાં લે તે જરૂરી છે, કદાચ આ લેટર સાચો પણ હોય  તેમ છતાં તાત્કાલિક કોઈ સાવધાનીનાં પગલાં જરૂરી: કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડે તે જરૂરી. નહીતર સ્થિતિ અતિગંભીર થાય તો નવાઈ નહી:

વ્યારા નગરના નગરજનો તથા વેપારીશ્રીઓને જણાવવાનું કે , કોરોના વાઈરસના કેસો વ્યારા નગરમાં બનવાના કારણે તા .૦૭ / ૦૭ / ૨૦૨૦ થી ૧૪/૦૭/૦૨૦૨૦ સુધી તમામ દુકાનો સવારે ૮:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે, પાનની દુકાનો બંધ રહેશે , સાંજે ૫ થી ૭ ફકત આવશ્યક સેવાઓ જેવી કે , દુધ , શાકભાજી , અનાજ – કરિયાણા , મેડિકલ ખુલ્લી રહેશે . હોટલ તથા રેસ્ટોરન્ટના દુકાનદારો રાત્રે ૯:૦૦ કલાક સુધી પાર્સલ સેવા આપી શકશે. તથા તમામ દુકાનદારોએ પોતાના દુકાને આવતાં ગ્રાહકોની યાદી ફરજિયાત રાખવાની રહેશે, દુકાનદારોએ સેનેટાઈઝર, માસ્ક તથા ગ્લોઝનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્ટનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. એવી જાહેરાત વ્યારા નગર પાલિકા દ્વારા કરવામા આવી છે.

વ્યારામાં ચો તરફની સોસાયટીઓમાં અને ફળિયામાં નગરમાં  કોરોના કહેર ખુબ ઝડપે વધી રહ્યો છે, કોરોના નો ચિંતાજનક વધારામાં   ખાસ કરીને સાવધાની જ અતિ જરૂરી દવા છે, વ્યારાની હાલ ની પરિસ્થિતિ જોતા સ્થિતિ ગંભીર છે, તે વચ્ચે લોકોની બેદરકારીને જોતા તંત્ર અને નગરપાલિકા યોગ્ય પગલાં લે તે જરૂરી.

Exit mobile version