Site icon Gramin Today

તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સેતુ યોજના અંતર્ગત ફોન કોલની નિ:શુલ્ક સેવા કાર્યરત કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર સેતુ યોજના અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન કોલની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી; 

તાપી જિલ્લાના યુવકો-યુવતી હવે ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની મુલાકાત લીધા વિના પણ  વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવી શકાશે.
વ્યારા-તાપી: હાલમાં કોવીડ-૧૯ના સંક્રમણને કા૨ણે રૂબરૂ સેવાઓનો લાભ લેવો કઠીન થઇ પડ્યો છે, ત્યારે સરકારશ્રીની વિવિધ સેવાઓના લાભથી જિલ્લાનો કોઈપણ યુવાન વંચિત ના રહે તથા રોજગારવાંછુક યુવક-યુવતીઓ ઘરમાં સુરક્ષિત રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવી શકે તે ઉદ્દેશ્યથી જીલ્લા રોજગાર કચેરી-તાપી, વ્યારા દ્વારા રોજગાર સેતુ અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન કોલની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે.
રોજગાર સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ કે રોજગારવાંછુ પોતાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારી મેળવી શકે તે અંગે મહિતી મેળવી શકે છે. રોજગાર કચેરીમાં નામ નોંધણી અંગે, કારકિર્દીને મુંજવતા પ્રશ્નો અંગે, ભરતીવિદેશમાં અભ્યાસ અને રોજગારીની તકો કે પછી સ્વરોજગાર યોજનાઓની માહિતી, વિદેશ રોજગાર અને શિક્ષણનું માર્ગદર્શન જેવી તમામ સેવાઓ અંગેની મહિતી માત્ર એક ફોન કોલ દ્વારા વિનામુલ્યે મેળવી શકે છે.
આ અન્વયે રોજગાર કચેરીના તજજ્ઞ કેરિયર કાઉન્સેલરો પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રોજગાર સેતુ અંતર્ગત ૬૩૫૭૩૯૦૩૯૦ ફોન નંબર પર એક ફોન કરી લાભ લેવા જણાવ્યું છે.

Exit mobile version