Site icon Gramin Today

તાપી જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારોની વરણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી,

તાપી: તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ BTP, BTTSના રાષ્ટ્રીય  સંયોજક તથા ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી માન. છોટુભાઈ વસાવા સાહેબ તેમજ BTP, BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી માન.મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં તાપી જીલ્લાની બેઠક મળી હતી, આજની બેઠકમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તાપીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને કાર્યકરોને અનેક જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી હતી, BTP, BTTS સંઘઠન તાપી  જીલ્લામાં અને તમામ તાલુકાઓમાં  મજબુત બને માટે કાર્યરત બનવા અનેક પદ ની જવાબદારી શોપવામાં આવી હતી, 
(૧) સમીરભાઈ જનકભાઈ નાઈક રહે.ખોડદા તા.નિઝર જિ.તાપીનાઓ ને તાપી જિલ્લા પ્રમુખ, ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં નિયુક્તિ કરવામાં આવ્યા હતાં, 
(૨) સમીરભાઈ નગીનભાઈ ચૌધરી મુ.પો.કપુરા તા.વ્યારા જી.તાપી (તાપી જીલ્લા મહામંત્રી)
(૩) અનિલભાઈ વિરસીંગભાઇ ચૌધરી મુ.પો. બેડકૂવા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા ઉપપ્રમુખ)
(૪) જગદીશભાઈ નેથાભાઇ વળવી મુ. નવુ નેવળા પો.ખોડદા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા ઉપપ્રમુખ)
(૫) કિંતનભાઈ રવિન્દ્રભાઈ ગામીત મુ.પો.વ્યારા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા યુવાપ્રમુખ)
(૬) દીપેશકુમાર રમણભાઇ ગામીતને  તાપી જિલ્લા ભારતીય ટ્રાયબલ કિસાન મજદૂર સંઘમાં  જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. 

Exit mobile version