Site icon Gramin Today

તાપી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ :
જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના વરદ  હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું,

તાપી: તાપી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના/ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાપી જિલ્લાની શાળાઓના મધ્યાહન ભોજન સંચાલક/કુક કામ હેલ્પર/હેલ્પરોની જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધાનું આયોજન પ્રાથમિક શાળા તાડકુવા ડુંગરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પુરવઠા અધિકારી અને ચીટનીશ બી.બી.ભાવસારની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રી દ્વારા ઉપસ્થત સ્પર્ધાકોને પ્રોત્સહિત કરી વિજેતા ટીમને ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 

Exit mobile version