Site icon Gramin Today

તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે કાલે થનાર કાર્યક્રમ જાહેર કરાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે
સવારે ૯ વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરાશે:
ચુંટણી પરિણામ માટે પણ ગ્રાફ અને પત્રકો સહિતનું “રીઝલ્ટ ઇ-ડેશબોર્ડ” પર પરિણામ વેબ એડ્રેસ https://tapi.gujarat.gov.in/dp-result પર જોઈ શકાશે:

વ્યારા : જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર-માધવ સુથાર, ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓફિસર-જયમલ ચૌધરી અને ડિસ્ટ્રીક્ટ ઈન્ફોરમેટિક ઓફિસર-ઇશાક એહમદની સંયુક્ત આઈ.ટી. ટીમ દ્વારા બનાવામાં આવેલ તાપી જિલ્લામાં સ્થાનિક ચૂંટણી માટેના પોલિંગ ડેટા ઇ-ડેશબોર્ડની સફળતા બાદ, રાજ્ય સ્થાનિક ચૂંટણીના પોર્ટલ sec-poll ના લાઈવ ડેટા ઉપરથી પરિણામ માટે પણ ગ્રાફ અને પત્રકો સહિતનું “રીઝલ્ટ ઇ-ડેશબોર્ડ” તાપી જિલ્લાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જે વેબ એડ્રેસ https://tapi.gujarat.gov.in/dp-result પર જોઈ શકાશે.
તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ વ્યારા ખાતે શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પનીયારી, વાલોડમાં સ.ગો. હાઈસ્કુલ વાલોડ, ડોલવણમાં તાલુકા સેવા સદન ખાતે, સોનગઢમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઓટા રોડ સોનગઢ ખાતે, ઉચ્છલમાં સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ ખાતે, નિઝર અને કુકરમુંડા તાલુકાની મતગણતરી નિઝર સ્થિત આર.જી.પટેલ હાઈસ્કુલ ખાતે થશે. જ્યારે વ્યારા નગર પાલિકાની મતગણતરી વ્યારામાં જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ખાતે હાથ ધરવામાં આવશે.

Exit mobile version