Site icon Gramin Today

તાપીમાં આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા દ્વારા જનહિતમાં સ્વાસ્થ્યને લઈ તંત્રને ફરિયાદ!

પ્રેસ નોટ, તાપી 

સોનગઢમાં આવેલી ભુમિ સ્ટોન ક્વોરી GPCB ના નિયમોનું પાલન ન કરતી હોવાથી ફેલાતા પ્રદુષણ થી નગરજનોના સ્વાસ્થ્યને જોખમ હોય ભુમિ સ્ટોન ક્વોરીની મંજૂરી રદ કરવા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા દ્વારા થઇ  ફરિયાદ!

કોરોના મહામારી જેવી કુદરતી આફતોથી બચવા પ્રદુષણ સામે પણ લડત અત્યંત આવશ્યક છે જેથી કોરોના જેવી અન્ય બિમારીઓ અને કુદરતી આફતોથી આપણે બચી શકીએ. સારું અને સ્વસ્થ વાતાવરણ માનવી જીવનનો બંધારણીય અધિકાર.. સુતરીયા 

   સોનગઢ માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના નિયમોનું પાલન નહી કરી ને  ક્રસિંગ યુનિટ ચલાવતી ભુમિ સ્ટોન ક્વોરીના ક્રસિંગ યુનિટ ની મંજુરી રદ્દ કરવા જાહેર હિતમાં ફરિયાદ કરવામાં આવી, તંત્ર કેટલું સક્રિય બને તે જોવું રહ્યું; 

       સોનારપાડા સ્થિતિ સર્વે નંબર/બ્લોક નંબર ૪૯,૫૦ માં આવેલ ભુમિ સ્ટોરી ક્વોરીના બ્લેક ટ્રેપ ક્રસિંગ યુનિટ દ્રારા GPCB ના નિયમોનું ઊલ્લંઘન થતું હોય ક્રસિંગ યુનિટની મંજુરી રદ્દ કરી GPCB ના નિયમોનું પાલન કરવા તાપી જીલ્લા ભૂસ્તર શાસ્ત્રી શ્રીને આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્રારા આજ રોજ ૨૫ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ઈ-મેઈલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે.

       વેશ્વિક  કોરોના મહામારી સામે પોલીસ , સફાઈ કર્મી , ડોક્ટર , પત્રકાર , સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ, સરકાર તથા તમામ નાગરિકો કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓની મહેનત પર પાણી ફરી ના વળે અને પ્રદુષણ થી કોઈ પણ વ્યક્તિ હેરાન ના થાય . પ્રદુષણ થી વ્યક્તિ ના સ્વાસ્થ્ય ને જોખમ રહેલુ હોય છે માટે અત્યારે કે ભવિષ્ય માં પણ સોનગઢ , તાપી જીલ્લાના નાગરિકો ના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ને ધ્યાનમાં રાખી જાહેર હિતમાં અમોએ આ ફરિયાદ કરવામાં આવી; જેની આપ શ્રી તાપી જીલ્લા તંત્રને ગંભીરતાથી નોંધ લેવાં તાકીદ, નહીતર ગાંધી ચિન્ધ્યા માર્ગે કામગીરી માટે આપી ચીમકી! 

રોમેલ સુતરિયા
(અધ્યક્ષ:આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા )

Exit mobile version