તાપી જીલ્લાનાં મોરંબા ગામનું પરિવાર દેવમોગરા માતાનાં દર્શન કરવા ગયું હતું, આજે દર્શન કરી પરત ફરતા અક્કલકુવાનાં કુમ્ભાટખણી ફાટા નજીક બોલેરો ગાડીને અકસ્માત નડ્યો, બે લોકો ઘટના સ્થળે પામ્યા મૃત્યુ, અકસ્માતમાં ગણેશભાઈ વસાવા રેહ. મોરંબા (ખાલસાપાડા) તા.કુકરમુંડા ઉ.વ..આશરે, ૪૫ અને તેમની દીકરી રીનાકુમારી ગણેશભાઈ વસાવા ઉમર: ૭ વર્ષનાં ઓનું ઘટનાં સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હતું, અને ગાડીમાં સવાર ૧૨ જણા માંથી ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા, તમામ ઘાયલોને નંદુરબાર ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, સમગ્ર ઘટનાંથી ગામમાં માતમ, તાપી જીલ્લામાં આ બીજી અકસ્માતની ઘટના બનતાં તંત્ર થયું દોડતું,