Site icon Gramin Today

તાપીજીલ્લાના બામણામાળ ગામનાંઆદિમ જુથની વિકાસ ગાથા?

તાપી જીલ્લાનાં બામણામાળ ગામમાં વસતાં આદિમજુથનાં પરિવારો આજે પણ વિકાસથી વંચીત, સરકાર આદિમ પરિવારોનાં આર્થીક અને સર્વાંગી વિકાસ માટે લાખોની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે બામણામાળ ગામમાં વસતાં પરિવારો આજે પણ વિકાસની રાહ જોય બેઠા છે, તપાસ નો વિષય એ છે કે ગ્રાંટ વપરાય છે કે પછી ડાયરેક્ટ ચાવ થાય છે કે પછી ડાયવર્ડ થાય છે?  પ્રાપ્ત માહિતી મુજબ આદિજાતિ વિકાસની ગ્રાંટ વગર વપરાય રીટર્ન કરી દેવાય છે, અને લોક મુખે ચર્ચાય રહ્યું છે કે ગ્રાંટ બીજા વિભાગોને ફાળવી દેવાય છે, કેટલું સાચું?  એ તો સમય બતાવીજ દેશે , આજે ગુજરાત  સરકાર પારદર્શક અને સ્પસ્ટ વહીવટ માટે કટિબદ્ધ છે, ત્યારે આવા સંજોગોમાં આદિમજૂથનાં લોકોને વિકાસથી  જાણી જોઇને વંચીત તો નથી રખાય રહ્યા? કારણ કે આ લોકો વિશેષ ધર્મનાં માનનારા લોકો છે, દારૂ,બીડી,લડાય ઝઘડામાં અને ચોરી, અનેક જાતનાં વ્યસનીઓ હતા આજે તેઓ ધર્મનાં માર્ગે ચાલીને  સુધરી ગયા અને  સમાજમાં સારી રીતે જીવન વિતાવે છે, મહેનત મજૂરીએ જઈ કુટુંબનું ભરણ પોષણ કરે છે, તેવામાં સ્થાનિક જવાબદાર વ્યક્તિ, પ્રસાસન થોડું આદિમજૂથનાં લોકો તરફ ધ્યાન આપે તેવી લોક માંગણીઓ કરી રહ્યા છે,  આ લોકો આજે પણ બદ્તર હાલતમાં જીવન ગુજારી રહ્યા છે, આદિમજૂથને  એજ્યુકેશન અને વિકાસથી કોસો દુર રખાય રહ્યા છે, આ ફળિયામાં વિકાસને નામે આજેય  શૂન્ય… જવાબદાર કોણ? 

Exit mobile version