Site icon Gramin Today

તાઉ’તે વાવાઝોડાને પગલે ફૂંકાયેલા ભારે પવનને લઈ ડેડીયાપાડાનાં લાડવા ગામની પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તાઉ’તે વાવાઝોડાના પગલે ફૂંકાયેલા ભારે પવનના ચપેટમાં આવતા ડેડીયાપાડા તાલુકાનાં લાડવા ગામની પ્રાથમિક શાળાના પતરા ઉડ્યા:

તાઉ’તે વાવાઝોડા એ ગુજરાત ના અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ સાથે તાઉં’તે વાવાઝોડા નાં પવન ને કારણે અંતરિયાળ વિસ્તાર માં આવેલ લાડવા ગામની પ્રાથમિક શાળા કે જ્યાં ધોરણ ૧ થી ૮ નાં કુલ ૧૨૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે , અને આ શાળા માં કુલ ૩ ઓરડા છે અને ત્રણે ઓરડા પર એલ્યુમિનિયમનાં પતરા છે, જે આજ રોજ સવારે શાળાના મુ.શિક્ષક વસાવા સતીષભાઈ સુખદેવભાઈ જે શાળાની મુલાકાતે જતાં લડવા પ્રાથમિક શાળાનાં ઓરડાનાં ૨૦ થી ૨૫ પતરા નું નુકશાન થવા પામેલ છે, અને તૂટી ગયેલ છે. અને સામે ચોમાસા ની ઋતુની પણ શરૂઆત થતી હોવાથી જૂન મહિનામાં બાળકોને ઓરડામાં બેસડવાની ગંભીર સમસ્યા ઊભી થશે,અને તત્કાલ અસરથી એનું સમારકામ થાય જે બાબતે બનાવની જાણ અંગે તત્કાલ લેખિતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ તેમજ તાલુકા શિક્ષણ શાખા ડેડીયાપાડામાં જાણ કરી છે.

Exit mobile version