Site icon Gramin Today

ડોસવાડા ડેમમાંથી ઈમરજન્સીમાં પાણીનું એક રોટેશન છોડવા ખેડૂતોની રજુઆત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, એડીટર ઇન-ચીફ 

તાપી, ડોસવાડા ડેમમાંથી ઈમરજન્સીમાં પાણીનું એક રોટેશન છોડવા ખેડૂતોની રજુઆત: રાજકીય દબાણ થી છોડાયેલું પાણી બંધ કર્યાનાં ખેડૂતોનાં આક્ષેપો: પાણીનું ઓછું લેવલનું બહાનું પાયા વિહોણું!
અત્યારે ચોમાસાની સિઝન હોવાથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના ખેડૂતો ડાંગરની રોપણી કરવાની પ્રકીયામાં જોતરાયેલા છે. પરંતુ ચીખલી પંથકમાં ખેડૂતો મુશ્કેલમાં!

જિલ્લાના ખેડૂતો ખેતી  કરવાં માટે મોટા ભાગે વરસાદી પાણી પર વધારે નિર્ભર રહેતા હોય છે. જો વરસાદ રાબેતા મુજબ ન પડે તો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જો યોગ્ય સમયમાં ડાંગર કે અન્ય પાકને પાણી ન મળે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીંતી રહેલી છે. જે સમગ્ર બાબતોને ધ્યાને લઈ કાનપુરા વિભાગ પિયત સહકારી મંડળી દ્વારા ડોસવાડા ડેમમાંથી યોગ્ય રોટેશનમાં પાણી છોડવામાં આવે તે મામલે ખેડૂતો દ્વારા અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા જે-તે લાગતા વળગતા વિભાગના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,  મહત્વનું છે કે હાલમાં ખેડૂતોની ડાંગરની રોપણી નો સમય થઈ ગયો હોવાથી ડોસવાડા ડેમમાંથી ઈમરજન્સીમાં એક રોટેશન પ્રમાણે પાણી છોડવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા અધિકારીઓને કરવામાં આવી છે. કારણ કે કેટલીક જગ્યાએ લોકોએ ડાંગરની રોપણી કરી દીધી છે. પણ યોગ્ય સમયમાં પાણી ન મળતા પાકને નુકશાન થઈ રહ્યું છે. આ સમગ્ર બાબતોને ધ્યાને લઈ ખેડૂતો દ્વારા રજુઆત કરાઈ છે.

Exit mobile version