શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા બેન્ક ઓફ બરોડા આગળ લોકોની લાંબી લાઈન લાગી : સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા હતાં, તંત્ર ની થીમ ” મારું ગામ કોરોના મુક્ત ગામ ” પર અનેક કાર્યો અને જાગરૂકતા સામે.. બેંક નું કામકાજ સુપર સ્પ્રેડર નહિ બને તો સારું!
બેન્ક કામકાજ નો સમય સવારે 10 થી બપોરે 2 વાગ્યા નો છે, તે સમયમાં વધારો કરવા માંગ:
ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા ની મોસ્કુટ શાખામાં હાલ લોકોની સવાર થી જ ભીડ જોવા મળે છે. ડેડીયાપાડા ની દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા બેન્ક મર્જ થવાથી બેન્ક આગળ સવાર થી બેન્ક ના કામ માટે લોકોની લાઈન લાગી જતી હોય છે. નાના બાળકો,વૃદ્ધો, મહિલાઓ વગેરે સવારથી જ બેન્ક ના કામ માટે લાઈન માં ઉભા રહી જાય છે.
હાલ કોરોના ની મહામારીમાં માંડ થોડા દિવસ થી કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બેન્ક આગળ ઉભી રહેતી લાઈન ને કારણે કોરોનાની ગાઈડ લાઈન નું પાલન થતું નથી. ત્યારે બેન્ક બહાર ઉભેલા લોકોમાં સોશ્યિલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો હતો. નિયમોનો ધજાગરા ઉડતા ફરીથી કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ સેવાઇ રહી છે. હાલ શાળાઓમાં સત્ર ખુલવાની તૈયારી હોય નાના બાળકો સ્કોલરશિપ માટેના ખાતા ખોલવા આવતા હોવાથી બાળકો ને ચેપ લાગવાની શક્યતા વધારે લાગી રહી છે. બેન્ક દ્વારા સવાર ના 10 વાગ્યા થી બપોર ના 2 વાગ્યા સુધી નો સમય રાખવામાં આવ્યો હોવાથી દૂર થી આવનાર લોકો ને ઘણી તકલીફ પડી રહી છે. સમય પૂરો થતાં કામકાજનાં દીવશોમાં ધક્કા ખાવાનો વારો આવવા પામ્યો છે, ત્યારે બેન્ક દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. અને બેંક ના કામકાજ બાબતે સ્થાનિક તંત્ર કેટલું સતર્ક બને છે તે જોવું રહ્યુ.