Site icon Gramin Today

ડેડીયાપાડા તાલુકામાં આવેલ બેડવાણ બ્રાન્ચમાં ઘણા સમયથી હાલાકી વેઠતા બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ગ્રાહક એ ભગવાનનું રૂપ હોય છે આમ માનવામાં આવે છે. પરંતુ ઘણા સમય થી આદિવાસી વિસ્તારમાં આવા અનેક બેંકના પશ્ર્નો ને લઈને ગ્રાહકોમાં ઘણી નેગેટીવ બાબતો ધ્યાનમાં આવેલ છે.

નર્મદા જીલ્લાની એક એવી બેંક જ્યાના કર્મચારીઓ મોટેભાગે નથી પહેરતાં માસ્ક પરંતુ ગ્રાહકોને પહેરવું પડે છે માસ્ક અને ઉભા રહેવું પડે છે દો ગજ દુરી ની  લાઈનમાં?  કાયદો બધાં  માટે કે ફક્ત ગ્રાહકો માટે? 

ઘણા કિસ્સાઓ મીડિયા થકી ઉઠતા હોય છે, છતાં પણ હજુ સુધી સાહેબગીરી બતાવીને માસ્ક પહેર્યા વગર કર્મચારીઓ કામ કરતા હોય છે, અને ગ્રાહકો સાથે પણ ઘણી ગેરવર્તણૂક થતી હોવાની લોકોમાં ફરીયાદો ચર્ચામાં આવી છે. તેમજ ટેક્નિકલ બાબતો જેવી  કે સર્વર ના પણ પ્રોબ્લેમ ઘણી વખત આવતા હોય છે, જેના કારણે  ઊંડાણ ના વિસ્તારમાંથી નજીવી રકમ ઉપાડવા  આવતા લોકો અમથા આટાફેરા  મારતા હોય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાની બેડવાણ બ્રાન્ચ બેંક ઓફ બરોડામાં છેલ્લા બે મહિના થી પ્રિન્ટિંગ મશીન પણ બંધ હાલત માં જોવા મળેલ લોકો ઘણી વખત આ બાબતે ફરિયાદ બેંક ના કર્મચારીઓને કરે છે પરંતુ કોઈ પણ આ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી, ગ્રામ્યકક્ષાએ બ્રાંચ ખાતા ઘરાકોની સુવિધા માટે ચલાવવામાં આવે છે, આખરે કર્મચારીઓને કામનો કે સેવાનો પગાર મળતો હોય છે, પરંતુ બેડવાણ બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં કર્મચારીઓ જ શાખા બંધ કરાવવા જંગે ચડીયા હોય તેવું લાગી રહ્યું છે, તેથીજ તો ગ્રાહકો સાથે તોછડું વર્તન કરી બેંકને બદનામ કરી રહ્યાં છે, 

આ તમામ બાબત એક જાગૃત યુવાન હેમંતકુમાર ધર્માભાઈ વસાવા રહે. ચીકદાના ઓ એ લોકોની સમસ્યાનો ઉકેલ આવે એ માટે મીડિયા સમક્ષ રજુ કર્યો હતો.

Exit mobile version