શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા મથકે ધરતી આબા મહામાનવ ક્રાંતિકારી આદિવાસી જનનાયક બિરસામુંડા ના ૧૪૫ મી જન્મ જયંતિ નિમિત્તે ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી.મહેશભાઈ વસાવા, BTP ના જીલ્લા પ્રમુખ ચૈતરભાઇ ડી.વસાવા, નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુર ભાઈ વસાવા , BTP ડેડીયાપાડાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તેમજ BTP, BTS ના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ડેડીયાપાડા યાહમોગી ચોક પર આદીવાસીઓ ના કુળદેવી યાહમોગી માતા અને ધરતી આબા બીરસા મુંડાના આદીવાસીઓના રીત રીવાજ મુજબ પુજા વિધિ તેમજ ફૂલ હાર ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી, અને ત્યારબાદ મીશન સ્કુલ નિવલ્દા પાસે મુખ્ય માર્ગ પર આવેલી ચોકડીને ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાના આગેવાની હેઠળ બીરસા મુંડા ચોક તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, અને ત્યાર બાદ પૂજાવિધિ કરી ને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.