Site icon Gramin Today

ડેડીયાપાડાના લીમડા ચોક પાસે એક ઇસમને અગમ્ય કારણોસર રીસ રાખી મારપીટ કરતા 3 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાના લીમડા ચોક પાસે એક ઇસમને અગમ્ય કારણોસર રીસ રાખી મારપીટ કરતા 3 ઈસમો સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ;

સમગ્ર ઘટનાની જાણ મુજબ ફરિયાદી દેવેન્દ્રભાઈ ભગવાનદાસ વસાવા રહે.ટીમ્બાપાડા લીમડા ચોક પાસે આવેલી શિવાજી ની દુકાન પાસે ઉભા હતા, તે દરમ્યાન મુળજીભાઈ નારરસિંગભાઇ વસાવા, રાજેશભાઇ નારસિંગ વસાવા, બન્ને રહે.બેસણા, સંજયભાઈ ઉર્ફે ભુરિયા રહે.બંગલા ફળીયા જેઓએ ફરિયાદીને કહ્યું કે તમે એક માસ પેહેલા અમારી સાથે તે અને તારા ભાઈએ કેમ ઝગડો કરેલો તેમ કહી માં બેન સમી ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા, તારીખ 31-5-2021 સોમવારના રોજ સાંજે 8 વાગ્યાને 30 કલાકે દેવેન્દ્ર ભાઈએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version