Site icon Gramin Today

ડેડીયાપાડાનાં ધામણ ખાડી પર આવેલા બંન્ને બ્રીજ તાત્કાલિક ધોરણે બનાવવાં ઉઠી લોકમાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા નાં ધામણ ખાડી પર આવેલા બંન્ને બ્રીજ તાત્કાલિક ધોરણે બનાવવાં લોકમાંગ ઉઠી છે;

ડેડીયાપાડા ખાતે આવેલો હાઇવે નંબર 753B નો બ્રિજ ખખડધજ હાલતમાં ખૂબ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ પણ નેશનલ હાઇવે સત્તા વાળા કુંભકર્ણ નિંદ્રામાં:

ડેડીયાપાડા તાલુકા ખાતે આવેલો બ્રિજ જે ગુજરાત થી મહારાષ્ટ્ર ને જોડતો સતત 24 કલાક ભારદારી વાહનોથી ધબકતો રહે છે ત્યારે આ બ્રિજ ખૂબ જ ખતરનાક રીતે તૂટી ચૂક્યો છે આ બ્રિજ ની રેલિંગ 25 ફૂટ સુધી તૂટી ગઈ છે આ બ્રિજ ના તળિયા અને સળીયા બન્ને દેખાવા માંડ્યા છે અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ચારે તરફ થી રસ્તા પરનું તમામ પાણી આ બ્રિજ પર આવે છે ત્યારે આ બ્રિજ પર એક બે ફૂટ સુધીના પાણી પણ ભરાઈ જાય છે અને ટ્રાફિક જામ ની સમસ્યા પણ અવાર નવાર સર્જાય છે, ત્યારે આ બ્રિજ ખૂબ જ તકલાદી બનતો હતો ત્યારે પૂર્વ સરપચ સહીત ગ્રામજનો એ ફરીયાદ પણ કરી હતી માટે બ્રિજ ને તાત્કાલિક બનાવવો જરૂરી છે, અને આ બ્રિજ નહીં બને તો કોઈ દિવસ ખૂબ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના છે અને તેની બાજુનો મજબૂત બ્રિજ કે જૂનો બ્રિજ છે તે મજબૂત હોવા છતાં તેને કોઈપણ જાતનું રીપેર ન કરાવતા તે બંધ કરી દેવામાં આવ્યો છે, જે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે છતાં પણ ત્યાં નવો બ્રિજ બનાવવાનો કોઈ વ્યવસ્થા કરવા નથી આવી આ બ્રિજની ગયા વર્ષે બનાવવા માટે સાંસદ મનસુખભાઇ વસાવા એ પણ ફરિયાદ કરી હતી પરંતુ નેશનલ હાઈવેના ધૃતરાષ્ટ્ર જેવા અને અંધ તંત્રને આની કોઈ અસર થતી નથી તો જો સંસદ સભ્યની રજૂઆતોનો પર ધ્યાન ન અપાતું હોય તો સામાન્ય માણસે કરેલી  ફરિયાદોની તો શું ગણતરી માં ?  માટે ડેડીયાપાડા ધમણ ખાડી પર આવેલા બંને પૂલો તાત્કાલિક બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે, જો કોઈ દિવસ એક પૂલ અત્યારે ચાલુ છે એક બંધ છે ત્યારે જે પુલ ચાલુ છે તેના પર પણ ખૂબ વધારે વાહનો દિવસરાત દોડતા હોવાથી ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના છે તો બહેરા તંત્રને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ પૂલ બનાવે નહિતર આ નેશનલ હાઈવે બંધ થવાની સંભાવના છે હાલ પુલ  ખુબ જ જર્જરીત હાલતમાં છે, કદાચ  જો આ બંને પુંલ ચોમાસામાં તૂટી પડશે 24 કલાક વાહન વ્યવહાર ધમધમતા આ પુલ બંધ થશે તો મહારાષ્ટ્ર અને ગુજરાતની જીવાદોરી સમાન આ હાઈવે કાયમી બંધ થઈ જશે, માટે તંત્રને વિનંતી કે બંને બ્રિજ નવા બનાવવાની જરૂર છે પરંતુ હાલ જે બ્રિજ બંધ કર્યો છે તેને તાત્કાલિક મંજૂર કરી બનાવવાનો ચાલુ કરવો જોઈએ જેથી મોટો અકસ્માતનો ભય ટળી શકે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ મજબૂત અને ટકાઉ  રહેવો એ ખુબજ મહત્વનું છે. વખતો વધત આ બાબતે સમાચાર પત્રો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમથી આ બ્રિજ નો કોઈ ઉકેલ આવે તે બાબતે રજૂઆતો અગાઉ પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર મુક દર્શક બન્યું છે,  ગ્રામજનો તેમજ પસાર થતા રાહદારીઓ માટે પણ માથાના  દુઃખાવો સમાન  બનેલો  આ બ્રિજ ક્યારે નિર્માણ પામશે?  અને રાહદારીઓ માટે ક્યારે ખુલ્લો બનશે એવી લોક ચર્ચા એ જોર પકડ્યું છે.

Exit mobile version