Site icon Gramin Today

 ડેડિયાપાડા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિ બિલ-૨૦૨૦ ની ખેડૂતો ને સરળ સમજૂતી આપતી માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડીયાપાડા ખાતે આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ બિલ ને લગતી માહિતી દર્શાવતી માર્ગદર્શિકા ખેડૂતો માટે બહાર પાડવામાં આવી હતી. જેમાં કૃષિ બીલનની સમજૂતી આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા હાલ ખેતી પેદાશ વ્યાપાર અને વાણિજય અધિનિયમ ૨૦૨૦ જાહેર કર્યો છે. કૃષિ બીલ ૨૦૨૦ માં ત્રણ વિધેયકો રજુ કરવામાં જેમાં કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજય (પ્રોત્સાહન અને સુવિધા) વિધેયક, ૨૦૨૦
ભાવ ખાતરી અને કૃષિ સેવાનો કરાર (સશકિતકરણ અને સુરક્ષા) વિધેયક, ૨૦૨૦ , આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) વિધેયક, ૨૦૨૦ જેમાં એક એવી વ્યવસ્થા બનાવવી જ્યાં ખેડૂતો અને વેપારીઓ રાજ્ય હેઠળની નોંધણી કરેલ બજારોમાં સ્વતંત્રતાથી ખેતપેદાશોનું ખરીદ અને વેચાણ કરી શકશે.

માર્કેટિંગ, વાહનવ્યવ્હારનો ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવા મદદ કરવા. એપીએમસી એક રાજ્ય સંચાલિત બજાર છે, જ્યાં ખેડૂતોને તેમની ઉપજ વેચવાની છુટ છે. ખેડૂતોને કરાર આધારિત ખેતી અને સીધા માર્કેટિંગની સુવિધા આપે છે જેથી ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે.સંપૂર્ણ કિંમત મેળવવા માટે મધ્યસ્થીઓને દુર કરી સીધા બજારમાં જોડાઈ શકે છે.

એમએસપી એ લઘુત્તમ કિંમત છે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને આવતી રહેશે જેના આધારે ખેડૂતો કૃષિપેદાશનું વેચાણ કરી શકે છે. આમ કૃષિ બિલ દ્વારા થતા ફાયદા ઓ વિશે ખેડૂતો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Exit mobile version