શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
“વંદે ગુજરાત વિકાસ યાત્રા” ડેડિયાપાડા ખાતેથી વિકાસરથનું કરાયું સમાપન;
સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂા. ૨૩૨.૭ લાખના ખર્ચે વિકાસ કામોના ખાતમુર્હૂત અને રૂા.૪ લાખના વિકાસકામોના લોકાર્પણની કરાઈ ઘોષણા :
ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રા અંતર્ગત નર્મદા જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” આજે અંતિમ દિવસે દેડીયાપાડા ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ કુમ કુમ તિલક અને આદિવાસી નૃત્ય કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
દેડીયાપાડા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, ગામના સરપંચ શ્રીમતી વર્ષાબેન વસાવા, તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષ શ્રીમતી દક્ષાબેન વસાવા સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજુ કરી અતિથિઓનું ઔષધિય છોડ આપી સ્વાગત કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો.
દેડીયાપાડામાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં જન-જન સુધી પહોંચે તે માટે કાર્યરત છે. આ રથ થકી ગુજરાત સરકારના છેલ્લા ૨૦ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામોની લોકોને જાણકારી આપવા સાથે ઘર આંગણે જ વિવિધ યોજનાકીય સહાય મળી રહેશે. રાજ્યમાં છેલલા ૨૦ વર્ષોમાં દરેક ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. રાજ્યમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, જેવા ક્ષેત્રોના વિકાસમા વિકાસમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે.
સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત દેડિયાપાડામાં હાથ ધરાનારા રૂા. ૨૩૨.૭ લાખના વિકાસ કામોની ખાતમુર્હૂત અને રૂા.૪ લાખના ખર્ચે થનારા વિકાસકામોના લોકાર્પણની ઘોષણા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાથોસાથ વિવિધ યોજનાના ૧૮ જેટલા લાભાર્થીઓને સ્થળ પર લાભોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.