Site icon Gramin Today

ડાંગ જીલ્લામાં વર્લ્ડ વિઝન દ્વારા નવ નિર્મિત બે આંગણવાડી મકાનો ICDSને સમર્પિત કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જીલ્લામાં કાર્યરત વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયા  દ્વારા આદિવાસી વિસ્તારમાં સિક્ષણને પ્રોત્સહન મળી રહે માટે  નવ નિર્મિત બે આંગણવાડી મકાન ICDS વિભાગને સમર્પિત કરવામાં આવ્યાં હતાં:

ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના ચીચીનાગાંવઠા ગામ ખાતે આજરોજ વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયા – એ.ડી.પી ડાંગ દ્વારા ચીચીનાગાંવઠા અને દાબદર ગામમાં નવા બનાવેલ આંગણવાડીના મકાનોનું સમર્પિત વિધિનું આયોજન  કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વધઇ તાલુકાના ચીચીનાગાંવઠા ગામે વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયા  દ્વારા નવ નિર્મિત બે આંગણવાડી મકાન ICDSને સમર્પિત કરાયા હતા. આ પ્રસંગે ICDS ના પી.ઓ ભાવનાબેને જણાવ્યું હતું કે સમગ્ર આંગણવાડીઓને ખાનગી કક્ષાની આંગણવાડી જેવી જ સુવીધાજનક બનાવવામા આવી છે. તેમણે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો કે તેઓ આ સુવિધાનો લાભ લઇ પોતાના બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ બનાવે. વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયા  તરફથી ICDS ને સમર્પિત આંગણવાડીમાં નાન બાળકો માટેની તમામ જરૂરી ચિજવસ્તુઓ આપવામાં આવી હતી. આંગણવાડીમાં જરૂરી વસ્તુઓ સાથે બાળકો માટે યુનીફોર્મ અને રમતોના સાધનો પણ પુરા પાડ્યા હતા. આ પ્રસંગે ICDSના પી.ઓ ભાવનાબેન, વધઇ તાલુકા પ્રમુખ સંકેતભાઇ બંગાળ, ટીડીઓ ભાર્ગવભાઇ મહાલા, ચીચીનાગાંવઠા અને દાબદર ગામના સરપંચ, આંગણવાડી કાર્યકરો તથા વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટાફગણ સંદીપ સોની,હેમંત ક્રિશ્ચિયન,શ્રીમતી.ચમુલા વળવી,કુ.વિનતી પોલુશ અને જીતેશ ચોધરી હાજર રહ્યા હતાં. વર્લ્ડ  વિઝન ઓફ ઇન્ડિયાનાં સહયોગ દ્વારા સુવિધાસભર નવનિર્મિત મકાનો આંગણવાડીઓ વિભાગને સોપવામાં આવી જેમાં ઓફીસ ટેબલ, ખુરશીઓ, તિજોરી,અનાજ ભારવાના પીપ, શેતરંજી, સફાયના સાધનો,અને સાથે બાળકોનાં યુનિફોર્મ, બુટ,મોજાં,વોટર બોટલો,નાની ખુરશીઓ જેવી અનેક વસ્તુઓ સાથે બે મકાનો ICDSને સમર્પિત કરાયા હતા.

Exit mobile version