Site icon Gramin Today

ડાંગ જિલ્લા વઘઇ ગ્રામ પંચાયત સરપંચના પ્રતાપે વઘઇ ગામ નો વિકાસ અધ વચ્ચે જ ખોટકાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લા વઘઇ ગ્રામ પંચાયત સરપંચ ના પ્રતાપે વઘઇ ગામનો વિકાસ રથ અધ વચ્ચે જ ખોટકાયો.

પત્રકાર દ્વારા ટેલિફોનિક માહિતી ના સરપંચ ના ઉદ્ધતાઈ પૂર્વક ના મળ્યા પ્રતિ ઉત્તર…

વિકાસ કામોની અને સાફ સફાઈના નામે માત્ર મીંડું….

વઘઇ ના સરપંચ બે દિવસ આગઉ જ વઘઇની પાણી ટાંકી પાસે જમા થયેલ કચરા ની સાફસફાઈ ના ફોટા સહિત ની વિગતો વર્તમાનપત્ર માં અહેવાલ છાપવામાં આવ્યા હોવાં છતાં તંત્ર કે સરપંચ ના પેટ નું પાણી હલતું નથી, વઘઇ ના વિકાસ સંદર્ભે વધુ વિગત વઘઇ સરપંચ ને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે કચરો ની સાફ સફાઈ કેમ કરવામાં આવી નથી તો ઉદ્ધતાઈ પૂર્વક ના જવાબો મળ્યા અને કહ્યું કે પેપર માં હજુ છાપો છાપો વારે ઘડીએ મારા વિરુદ્ધ માં , સરપંચ ની શબ્દો ની મર્યાદા હોય પણ સાહેબ સ્વછતાં અભિયાન માં માનવ તૈયાર નહીં ,વધુ માં પોતાના આગવા અંદાજ માં કહ્યું કે આમજ 25 વર્ષ થી ચૂંટાઈ ને આવતો નથી વાહ રે લોક પ્રતિનિધિ ,ચૂંટાયા એ ખરી વાત સાહેબ..પણ વઘઇ નો વિકાસ ક્યાં માત્ર તમારો જ વિકાસ થઇ રહ્યો છે , ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળતું વઘઇ નગર માં વ્યાપી રહ્યું છે જેને કારણે બીમારીઓ થઈ શકે છે વધુ માં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળેલ કે ગ્રામ પંચાયત માં કોઈ પણ દાખલો લેવા લોકો જાય છે ત્યારે પંચાયત પહેલા વેરો ભરવા કહેવામાં આવે છે તો લોકો ને પણ મુંઝવણ થઈ કે ગ્રામ પંચાયત વેરો ઉઘરાવે છે તો વઘઇ નગર માં ઠેર ઠેર કચરો કેમ ,વિકાસ ક્યાં ,વેરો જાય છે ક્યાં ? વાહ રે વિકાસ સતત 25 વર્ષ થી લોકો થકી ચૂંટાયેલા લોક પ્રતિનિધિ નો .

    ટેલીફોનિક વાતચીત માં એક પત્રકાર ને આ પ્રકાર ના પ્રતિઉત્તરો તો જાણે સરપંચ ને કોઈ પ્રકારની બીક રહી નહીં , વઘઇ તંત્ર ના અધિકારી ઓને પણ ટકાવારી મળી જાય તો કોની બીક રાખે સરપંચ સાહેબ..!! માટે વઘઇ નગર ના આવા અનેક માત્ર વિકાસ નામક કારનામાઓ અધિકારીના આંખ નીચે થી જતા હોય તો બે મત નહીં ,

વધુ વાંચો વઘઇ નગરના સરપંચ દ્વારા થયેલ વિકાસ કામોની યશગાથા આવતા એપિસોડમા ….

Exit mobile version